મુસાફરોને તમામપ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો આશાવાદ લીંબડી રેલવે સ્ટેશન રૂ.9.87 કરોડના ખર્ચે નવો આકાર લેશે
@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર વિભાગના લીંબડી સહિત 17 રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થા તરીકે પુનઃ વિકાસ કરવામાં આવશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાના પ્રયાસો થકી લીંબડી રેલવે સ્ટેશન 9.87 કરોડના ખર્ચે નવો આકાર લેશે.
મુસાફરોના આવવા-જવા અને વાહનોના પાર્કિંગ માટે વ્યવસ્થા કરાશે, પેસેન્જર સુવિધા તેમજ હાલની સુવિધા અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે. સુવિધામાં અનિચ્છનીય માળખાને દૂર કરીને રેલવે સ્ટેશનોની સ૨ળ ઍક્સેસ, બહેતર લાઇટિંગ, બહેતર પરિભ્રમણ વિસ્તાર, સુધારેલી પાર્કિંગની જગ્યા, વિકલાંગોને અનુકૂળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ – ઇમારતો વગેરેનો સમાવેશ થાય છે. રેલવે બોર્ડ – દિવ્યાંગજનોને આપવામાં આવતી સુવિધામાં ।। સુધારો કરશે. દિવ્યાંગજનોની માટે પૂરતી સંખ્યામાં શૌચાલય બનાવાશે. સ્વચ્છતા માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
રેલ મુસાફરોના મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે તેવો આશાવાદ છે. સુરક્ષામાં ફરક લાઇટિંગમાં સુધારાથી મુસાફરોની પડશે. મુસાફરો તેમની સલામતીની ચિંતા કર્યા વિના ૯૯ આરામથી મુસાફરી કરી શકશે
સ્ટેશન ડિઝાઇનના પ્રમાણભૂત ઘટકોમાં ફેરફાર કરાશે
સ્ટેશનોનો ‘સિટી સેન્ટર’ તરીકે વિકાસ, શહેરની બંને બાજુઓનું એકીકરણ, સ્ટેશન ઈમારતોમાં સુધારો પુનઃવિકાસ, સારી રીતે ડિઝાઇન કરેલી આધુનિક પેસેન્જર સુવિધાઓની જોગવાઈ, સારી રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક પરિભ્રમણ અને આંતર-મોડલ એકીકરણ, મુસાફરોના માર્ગદર્શન માટે સમાન અને સારી રીતે ડિઝાઈન કરેલ ચિહ્ન, માસ્ટર પ્લાનમાં યોગ્ય મિલકત વિકાસ માટેની જોગવાઈ, લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ, પરિભ્રમણ ક્ષેત્રમાં સુધારો થશે. સાદ, લાઇટિંગ, સ્પોટ લાઇટિંગ આપવામાં આવશે. પાર્કિંગ એરિયાને ડિઝાઇન કરીને સુધારાશે, સ્ટેશન પરિસરની અંદર યોગ્ય સંકેત અને વધુ સારી લાઇટિંગ સ્થાપિત કરાશે. વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ, રિટાયરિંગ રૂમ અને ઓફિસમાં ફર્નિચર । લગાવાશે. તેનાથી મુસાફરોને આરામ મળશે અને તેઓ આરામથી ટ્રેનમાં મુસાફરી કરી શકશે