મોરબી જિલ્લા પંચાયત હસ્તકના પચાસ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લા પંચાયત માં ડીડીઓ તરીકે ડીડી જાડેજા એ ચાર્જ સંભાળ્યો ત્યાર થી જિલ્લા પંચાયત નાં તંત્ર નેં દોડતું કરી દીધું છે દરરોજ પ્રજા લક્ષી કામગીરી ની વિગત સામે આવે છે ત્યારે જીલ્લા પંચાયત હસ્તકનાં જર્જરિત મકાનમાં જુનાગઢ જેવી ઘટના ન બને તે માટે આજે ડીડીઓ ડી.ડી. જાડેજા ની સૂચનાથી પચાસ વર્ષ પહેલા નાં આવસોને તોડી પાડવામાં આવ્યા છે અને ત્યાં ગેરકાયદેસર રહેતા રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યોને ત્યાંથી હટાવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે બીઆરસી ભવનની બાજુમાં મોરબી તાલુકા પંચાયતનાં વર્ષ ૧૯૭૨ માં બનેલ જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા છે જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ત્રણ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા. અને ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીડીઓ ડી. ડી.જાડેજાની સૂચના મુજબ ટીડીઓ દીપાબેન એચ. કોટકની ટીમે પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા નું કામ કરવામાં આવ્યું હતું અને ડીડીઓ ડી.ડી.જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને ગઇકાલે નોટીસો આપવામાં આવી હતી અને આજે સવારે ગેરકાયદેસર કબજો દુર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને જર્જરિત આવાસો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દુર કરવામાં આવ્યું છે અને હાલમાં જર્જરિત આવાસો પાડીને અંદાજે છ હજાર ચો.મી.નું દબાણ દુર કરવામાં આવ્યું છે. તેમજ ભવિષ્યમાં આ જ્ગ્યા ઉપર જિલ્લા પંચાયતના અધિકારી અને કર્મચારી માટે આવાસ બનાવવામાં આવશે તેવું ડીડીઓ જાડેજા એ જણાવ્યુ છે.
મોરબી જિલ્લા પંચાયત હસ્તકના પચાસ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું!
Related Posts
Add A Comment