@સોહીલ ધડા, ઝાલોદ
દાહોદ પોલીસે બાળકો ચોરી કરી તેમની પાસે ભીખ મંગાવતા એક મહિલા અને પુરુષની કરી ધરપકડ કરી છે. માહિતી પ્રમાણે દાહોદ જીલ્લા પોલીસે આતંરરાજ્ય ટોળકી એક મહિલા તેમજ પુરુષને બાળક ચોરી ભીખ મંગાવતી ધરપકડ કરી ,
બાળકોનુ અપહરણ કરી તેઓને ભિક્ષાવૃત્તિમા ધકેલી દેવામા આવતા હોવાનુ હાલ બહાર આવ્યુ છે
વધુ માહિતી પ્રમાણે એક પુરુષ તેમજ મહિલાને દાહોદ જીલ્લાની પોલીસે ધરપકડ કરી છે તેઓ બાળકોનુ અપહરણ કરી તેમની પાસે ભીખ મંગાવાનો કિસ્સો સામે આવ્યો છે,
તેઓ બન્ને લિવ- ઈન રિલેશનશિપમા રેહતા હોવાનુ જણાય આવે તેમજ દિલ્લી અને રાજસ્થાનથી બાળક ચોરી થવાનુ બહાર આવ્યુ છે,
તેઓ બાળકોનુ અપહરણ કરી તેમની પાસે ભીખ મંગાવવતા હોવાનુ બહાર આવ્યુ છે,
સમગ્ર ઘટનાક્રમમા દાહોદ પોલીસે આતંરરાજ્ય બાળક ચોરીનો પર્દાફાશ કર્યો હોવાનુ જણાય આવે છે,
પોલીસે દ્વારા વધુ પુછપરછ કરાતા આ બાળકોને દિલ્લી અને રાજસ્થાનથી ચોરી કરીને ભીખ મંગાવવા આવતા હોવાનુ બહાર આવ્યુ છે,
દાહોદ પોલીસે એક મહિલા તેમજ પુરુષને કસ્ટડીમા લીધા છે
ત્યારે મહિલા પોતાના પતિના મૃત્યુ પછી બીજા પુરુષ સાથે લિવ- ઇન રિલેશનશીપમા રેહતી હતી
બન્ને જણા રાજસ્થાનના વતની હોવાનુ બહાર આવ્યુ છે તેમજ બન્ને જણા બાળકોની ચોરી કરી તેઓ પાસે ભીખ મંગાવવાની પ્રવૃતિમા જોડાયા હોવાનુ બહાર આવ્યુ છે,
હાલ,પોલીસ એક બાળકના અસલ માતા પિતાનો પણ સંપર્ક કરી લીધો હોવાની સાથે સાથે બાળકના મેડીકલ રિપોર્ટ કર્યા પછી તેના માતા પિતાને પણ સોંપવામા આવનાર છે,
હાલ, આ બાળતસ્કરીગેંગ દંપતિને પુછપરછ કરી હજી કેટલા બાળકોનુ અપહરણ કર્યુ છે? તેમજ ભિક્ષાવૃત્તિમા કેટલા બાળકો ધકેલવામા આવ્યા છે?
તે બાબતે દાહોદ પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે