મોડાસાથી અમદાવાદ પરીક્ષા આપવા ST બસમાં મુસાફરી કરી રહેલ યુવક પાસે લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટીકીટ આપી રૂપિયા 44 વસૂલ્યા હોવાની યુવકે સોસીયલ મીડિયાના ફેસબુક માં પોસ્ટ વાયરલ કરતા ST તંત્ર સામે સવાલ ઉભા થયા હતા
વિઓ: મોડાસા થી અમદાવાદ જતી એસટી બસમાં મુસાફરી કરી રહેલ માસફર પાસે લેપટોપ હોવાને લઇ બસ કંડક્ટર તમને કહેલ કે લેપટોપનો ઉપયોગ કરવો હોય તો લેપટોપની પણ ટિકિટ લેવી પડશે તો ? આવું જ કંઈક બન્યું મોડોસાના યુવક સાથે. આ યુવક શનિવારે મોડાસાથી બેંકની પરીક્ષા આપવા માટે એસટી બસમાં અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન તે લેપટોપમાં કામ કરતો હતો ત્યારે મહિલા કંડક્ટરે કહ્યું કે તમારે લેપટોપની લેવી પડશે મામલે વિરોધ નોંધાવ્યો, પરંતુ તેમ છતાં અંતે તેમણે એક લેપટોપ પેટે 44 રૂ. ટિકિટ લેવી પડી હતી.મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમારે આ બાબતે સોસિયલ મીડિયાના ફેસબુક માં ટીકીટ મૂકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો,જોકે આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજરે સરત ચૂકથી ટીકીટ અપાઈ ગઇ હોવાનું માલુમ પડતા ટીકીટ પેટે વસુલાત કરેલ રૂપિયા રિફંડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી