અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું વિભાજન કરી નવીન શામળાજી તાલુકો બનાવવા માટે છેલ્લા કેટલાય સમયથી લોકોની માંગણી ઉઠી છે. ભિલોડા તાલુકામાંથી વિભાજન કરી શામળાજીને નવીન તાલુકો બનાવવા માટે ભિલોડા તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચકક્ષાએ અભિપ્રાય મોકલી આપ્યો હોવાનું જાણવા મળેલ છે.
જોકે વિભાજન કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા પંચાયતની જેસિંગપુર તેમજ મોટા કંથારીયા અને ઓડ અને નાદોજ જિલ્લા પંચાયત બેઠકની ચાર બેઠકોના 74 ગામ અને તાલુકા પંચાયતની 11 બેઠકોના 77 ગામડાઓને નવીન તાલુકા શામળાજીમાં સમાવવા માટે નિયત પત્રકમાં અભિપ્રાય મોકલી આપવામાં આવ્યો છે.
મહેસૂલ વિભાગના 31/07/ 2003 ના પરિપત્ર અનુસૂચિના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પંચાયતની ચાર બેઠકો અને તાલુકા પંચાયતની 11 બેઠકો અસર થતી હોય આ બાબતે અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા નવીન શામળાજી તાલુકો બનવાની લોકોમાં આશા પ્રબળ બની છે.
ગામ અને બેઠકની વિગત
દહેગામડા 8, ધમ્બોલીયા 8, જાબ ચિતરીયા 4, જનાલી 8,ખેરાડી 2, ખીલોડા 6, કુશકી 8, મોટા કંથારીયા 6, ઓડ 4, પાલ્લા 14 અને વાઘપુર બેઠકના 9 સહિત કુલ 77 ગામડા આવરી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
@rutul prajapati, aravalli