દાહોદ શહેરમાં પ્રવેશતાં જ ગોદી રોડ ઉપર ઊંચી ઇમારતો આવેલી છે. એ ઇમારતોમાં મોટાભાગની વસ્તી વ્હોરા લોકોની છે. તેમજ એ રોડ ઉપરની નાની-મોટી દુકાનો પણ વ્હોરા લોકોની છે. અત્યંત શાંત અને વેપારી આ પ્રજા ક્યારેય ઝગડા ફસાદમાં જોવા નહીં મળે. કોર્ટ કેસના મામલામાં ઓછામાં ઓછા બનાવો વ્હોરા જ્ઞાતિના હોય છે. ધર્મ પરાયણ હોવાં છતાં તેમની રેલીઓ, સરઘસો કે રસ્તા રોકી દેતા સમૂહો જોવા નહીં મળે. તેમજ આ જ્ઞાતિના સામાજિક પ્રસંગો પણ શાંત રીતે સંપન્ન થાય છે.
સૌથી વધારે વ્હોરાસમાજના લોકો દાહોદમાં વસવાટ કરે છે
દાહોદ જીલ્લાના અનેક તાલુકાઓ ઝાલોદ,ગરબાડા,ફતેપુરા,લીમડી,સંજેલી,લીમખેડા જેવા અનેક ગ્રામ્ય તેમજ ગ્રામીણ વિસ્તારમા ધંધાર્થે વસવાટ કરતા જોવા મળી આવે છે,
નાની દુકાનથી માંડીને લોખંડ, લાકડાં, ઘર વપરાશની ચીજોની મોટી દુકાનો ધરાવતા વ્હોરા લોકો ભાગ્યે જ ખેતી કરતા જોવા મળશે. ગુજરાતમાં સામાન્ય રીતે જ્યાં બંદરગાહો છે ત્યાં એમની વસ્તી વધારે છે, ત્યારે દાહોદ જેવા વિસ્તારમાં આટલી મોટી વસ્તી હોવી જરા વિસ્મયકારક છે. કદાચ દાહોદ ટ્રેનથી દેશના મહત્વના શહેરો મુંબઈ અને દિલ્હી સાથે સીધું જોડાયેલું હોવાથી આવું બન્યું હોઈ શકે. વ્હોરા સમાજની મહિલાઓ એમનો ચોક્કસ પહેરવેશ જ પહેરે છે. આ સમાજની સ્ત્રીઓ નસીબદાર છે કે એમના પુરુષવર્ગ તરફથી એમને પૂરતું સન્માન મળે છે. પુરુષોની ચોક્કસ જાતની ટોપી એમની ઓળખ છે. દાહોદમાં છાબ તળાવ પાસે આ સમાજની મોટી હોસ્પિટલ છે જેની ઇમારત દર્શનીય છે.
કચ્છમાં માંડવી, મુન્દ્રા, અંજાર અને ભૂજમાં વ્હોરા સમાજની વસ્તી છે. જે પૈકી ભૂકંપ પછી અંજારમાંથી અન્યત્ર સ્થળાંતર થઈ ગયેલ છે.
એક નિષ્પક્ષ ગુજરાતી તરીકે મને આ પ્રજા તરફ ગર્વ છે. સાંજે રેલવે સ્ટેશન રોડ કે અન્યત્ર ટહેલવા નીકળેલા વ્હોરા પુરુષો અને સવારે સ્ફૂટીથી પોતાનાં બાળકોને શાળાએ મૂકવા જતી મહિલાઓને જોઈ આનન્દ થાય છે.
હા, પ્રાદેશિક ગુજરાતી બોલીઓમાં ‘વ્હોરા બોલી’ તરીકે ઓળખાતી એક ભાષા પણ છે.
અને આ સમાજ દુનિયા ના કોઈ પણ ખૂણા માં રહેતા હોય પણ બોલે તો ગુજરાતી ભાષાજ એ પણ ગુજરાતી હોવાનું ગર્વ કહેવાય.
@સોહીલ ધડા, ઝાલોદ