પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આગામી ૧૫’ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા રાષ્ટ્ર પ્રેમ પ્રત્યેની ભાવનાઓ હંમેશા ગર્વભેર જીવંત રહે આ માટે આગામી તા.૧૩’ ઓગસ્ટના રોજ શહેરના લાલબાગ ટેકરી થી ગણેશજીના વિસર્જન રૂટ ઉપરથી પાંચ કિ.મી. લાંબી તિરંગા યાત્રાના આયોજન સંદર્ભમાં આજરોજ પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વ સમાજના આગેવાનો એ હાજર રહીને શહેરની આ ઐતિહાસિક તિરંગા યાત્રાને સફળ બનાવવાની હાંકલ કરી હતી.જ્યારે પોલીસ પ્રશાસન દ્વારા તિરંગા યાત્રામાં સૌ કોઈને સહભાગી થવા માટે “મેરે ઘર મેં તિરંગા તેરે ઘર પે તિરંગા, ચલ સાથ ચલતે હૈ લગાને હર ઘર તિરંગા”ના દેશભક્તિના સાદ સાથે અપીલ કરી છે.
ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષ સ્થાને આજરોજ આયોજન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અગામી તા.૧૫’ મી ઓગસ્ટને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૩’ ઓગસ્ટના રોજ ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર પાંચ કિ.મી. લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગોધરાના નાગરીકો જોડાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગોધરા શહેરમાં આગામી તા.૧૩’મી ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન રાખવામાં આવેલ છે. જેમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, એન.સી.સી.ના કેડેટ, જિલ્લા પોલીસ તંત્રના જવાનો, એસ.આર.પી. ગ્રુપના જવાનો, હોમગાર્ડ, જી.આર.ડી.ના જવાનો તેમજ ગોધરા શહેરના નાગરીકો આ પાંચ કિ.મી. ભવ્ય તિરંગા યાત્રામાં જોડાશે. તિરંગા યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં આઝાદીમાં બલિદાન આપનાર રાષ્ટ્રભક્તોની પ્રતિમાને મૂકીને દેશની આઝાદીની ઝાંખી કરવામાં આવશે તેમજ વિવિધ સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવશે.
ગોધરા શહેરમાં સૌપ્રથમ વખત પાંચ કી.મી. સુધી યોજનાર તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા ૮,૦૦૦ જેટલા રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામાં આવ્યા છે, અને આ તિરંગા યાત્રા દરમિયાન પોલીસ જવાનો દ્વારા ૮,૦૦૦ રાષ્ટ્રધ્વજનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા પણ ૧૫,૦૦૦ જેટલા રાષ્ટ્રધ્વજ એકત્ર કરવામાં આવ્યા છે.તા. ૧૫’મી ઓગસ્ટના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણીના ભાગ રૂપે ગોધરા શહેરને દરેક સરકારી કચેરીઓમાં રોશનીથી જગમગાવવામાં આવશે અને દરેક ગોધરા શહેરના નાગરીકો પોતાના ઘરે તિરંગા લગાવી અને મેરી મિટ્ટી મેરા દેશ હર ઘર તિરંગાના આઝાદીના પર્વને સાર્થક કરે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા હાકલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગોધરા શહેરના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ડી.વાય.એસ.પી. પી.આર.રાઠોડ, એ અને બી ડિવિઝન તેમજ એલ.આઈ.બી. પી.આઈ. સમેત સર્વ સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
@mohsin dal, godhra