- નિવેદનો ને આધારે પોલીસ તપાસ બાદ સાચી ઘટના બહાર આવવાની શક્યતા
- સિદ્ધપુર તાલુકાના નાગ વાસણા ગામે આશરે 200 વર્ષ જૂની
સિદ્ધપુર મહાજન પાંજરાપોળ નામે એક ગૌ શાળા કાર્યરત છે આ ગૌ શાળા માં બીમાર, બિનવારસી, અથવા કતલખાને કે પછી રસ્તે રખડતા પશુઓને અહી રખ રખાવ માટે મૂકવા માં આવે છે અને તેની સામે સંસ્થા સરકારી સહાય સાથે દાન થકી આ ગૌ શાળા ની નિભાવણી કરી રહી છે ત્યારે ગતરોજ એક બિનવારસી વાહનમાં ગૌ ધન, ની હેરફેર થયાની બાતમી સિદ્ધપુરના ગૌ રક્ષકો ને મળતા તેમને રોડ પર ગાડી પકડી હતી અને સિદ્ધપુર પોલીસ ને જાણ કરતા પોલીસ એ વાહનચાલકો તેમજ પશુ હેરફેર કરનારા સામે કાયદેસર ની કાર્યવાહી કરી હતી અને કે 6 પશુ ધન હતું તેને પાંજરાપોળ માં મોકલવા ની વ્યવસ્થા ના ભાગ રૂપે નાગ વાસણા ગામે ગૌ રક્ષકો પાંજરાપોળ માં પશુધન મૂક્યા બાદ તેમના ધ્યાને એ આવ્યુકે પાંજરાપોળ થી 1 કિમી દૂર એક ખરવાડ માં મરેલા પશુઓ પડ્યા છે અને એક વ્યક્તિ મરેલા પશુઓ ની ચામડી ઉતારી ને તેમજ મૃતક પશુ ધન ના અંગો છુટાં પાડવા માં આવેલ જે ઢગલા દેખાતા ગૌ રક્ષકો ની લાગણી દુભાઈ હતી અને સ્થળ પર ના યુવક જોડે આ બાબતે પૂછતા તેને કહેલ કે હું કટિંગ નું કામ પેટા કોન્ટ્રાક માં કરું છું ત્યારે ગૌ ભક્તો ને એમ લાગ્યું કે જીવતી ગાયો, વાછરડા, બળદ પાડા નું કટિંગ ચાલી રહ્યું છે અને મામલો સંગીન બન્યો અને સમગ્ર ઘટના ક્રમ ની દીશા ફંટાઈ ગઈ અને જોત જોતા માં આખી વાત વાયુવેગે ફેલાઇ કે અહી કતલખાનું ચાલે છે આખરે મામલો સિદ્ધપુર પોલીસ સ્ટેશન માં ગયો ગૌ રક્ષકો માં આક્રોશ હતો ત્યારે રુદ્રેષ પંડ્યા નામના સ્થાનિક યુવકે સમગ્ર ઘટના ની તપાસ થાય તે માટે લેખિતમાં અરજી આપતા સિદ્ધપુર પોલીસ એ અરજી ના અનુસંધાને ગૌ શાળા માં જઈ ગૌ શાળા ના કર્મચારીઓની તેમજ ગામ ના સ્થાનિક લોકો ના નિવેદનો લીધા હવે નિવેદનો બાદ હવે પોલીસ એ તપાસ નો દોર શરૂ કર્યો છે આ લખાય છે ત્યાં સુધી પાંજરાપોળ કે કોઈ ટ્રસ્ટી પ્રમુખ, કે કર્મચારી સામે ફરિયાદ એફ આઈ આર નોંધાઈ નથી
Box પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા એ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે પાંજરાપોળ માં હાલ 500 જેટલા પશુઓની નિભાવ થઈ રહ્યો છે અને અહી પાંજરાપોળ માં જે પશુધન આવે છે તે છેલ્લે મારવાનું હોય ત્યારે તેના માલિકો મૂકી જતા હોય છે ત્યારે અમારી સંસ્થા બનતી તમામ મદદ કરેછે છતાં પશુઓ આખરે દમ તોડે છે ત્યારે તેના નિકાલ માટે વર્ષો થી ચાલી આવતી પ્રથા અનુસાર ચમાર ભાઈઓ મૃતક ઢોર લઈ જતા હોય છે અને તેનો નિકાલ કરતા હોય છે અને હાલ જે મૃતક પશુધન ના ઢગલા દેખાય છે તે આ છે
સંસ્થા ને વહીવટ કરવા તેમજ પશુઓની સાર સંભાળ રાખવા માં ખુબજ મુશ્કેલી પડે છે પાંજરાપોળ માં આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં નીશહાય પશુઓ ની સેવા કરે છે આ ગૌ સેવકો કે યુવકો એ કદી ગૌ શાળા ની મુલાકાત કરીછે ખરી અને જો. અહી પશુધન નું કટિંગ થાય તો વાત છૂપી રહી સકે ખરી એમ એક નિવેદન માં જણાવ્યું અને તેમને આ ઘટના માં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી છે અને યોગ્ય તપાસ થશે તેમ જણાવી ને પાંજરાપોળ ની કોઈપણ વ્યક્તિ ગમેત્યારે આવી તપાસ કરી સકે છે
અરજદાર રૌદ્રેશ પંડ્યા એ પણ આ ઘટના ની ન્યાયિક તપાસ થાય તેમજ મૃતક પશુઓ ના નિકાલ માટે યોગ્ય થાય તેમ જણાવ્યું હતું,
બીજી બાજુ સિદ્ધપુર પોલીસ ના અધિકારી આચાર્ય એ યોગ્ય તપાસ ની ખાતરી ગૌ રક્ષકો ને આપી છે
તો આ મુદ્દો રાજકીય બન્યો છે જેમાં કોંગ્રેસ એ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ની આગેવાની હેઠળ સિદ્ધપુર માં રેલી કાઢી સરકાર સામે આક્ષેપો કરી. ન્યાયિક તપાસ ની માંગ કરી હતી
આ સમગ્ર ઘટના ક્રમ માં હવે સિદ્ધપુર નું સ્થાનિક રાજકારણ ભળ્યું છે અને સિદ્ધપુર માં વર્ષો થી જૂથવાદ ચાલી રહ્યો છે તે જગ જાહેર છે અને આ તાજો મુદ્દો મળ્યો છે એટલે સિદ્ધપુરના ત્રણ થી ચાર જૂથો ના કાર્યકરો તેમની સમજ પ્રમાણે મુદ્દા ને સળગતો રાખવા એકબીજા ના હાથા બની રહ્યા છે અને બળતા માં ઘી હોમી રહ્યા છે
સિદ્ધપુર ના કહેવાતા ગૌ રક્ષકો નું એવું કહેવું છેકે સિદ્ધપુર ની મહાજન પાંજરાપોળ ની જમીનો માં ખેતી થાય છે એકલું ઘાસ નહિ પન અન્ય પાકો ધાન્ય ની ઉપજ થાય છે તેની આવક નો હિસાબ નથી તેમ આક્ષેપ કર્યા છે
કેટલાક ગૌ રક્ષકો ને આ ઘટના બાબતે પૂછતા હવે તેઓ પાસે પણ યોગ્ય માહિતી નહિ હોવાનું અને આ બાબતે કાઇ નહિ કહેવાનો રાગ આલાપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે
હવે આ ઘટના ને લઇ ને સિદ્ધપુર ના આગેવાનો એ આગળ આવવું જોઈએ તેવો મત સિદ્ધપુર માં સહ્મભળાઈ રહ્યો છે
@partho pandya, patan