ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા હિંમતનગર તાલુકા સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે શકિતસિંહ ભિખુસિંહ પરમારની વરણી કરવામાં આવી છે.વધુમાં ઉપપ્રમુખ તરીકે કમલેશસિંહ ગુલાબસિંહ ચૌહાણ તથા દલપતસિંહ મંગળસિંહ ડાભી,મહામંત્રી પદે ભરતસિંહ કાળુસિંહ ચૌહાણ તથા ડૉ.ધીરજસિંહ રેવુસિંહ મકવાણા તેમજ મીડિયા સેલમાં મહેશસિંહ કચરુસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીઓએ આ નિમણુંકને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
@જુગલ જોશી, હિંમતનગર