@sachin pithva surendranagar
– આ કેસમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડમાં મુદામાલ રિકવર કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર રતનપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમા રહેતા કરીયાણાના વેપારીનો વિશ્વાસ કેળવી 80 ટન ચોખાનો સોદો કરી પેમેન્ટ મેળવી ચોખા નહી આપેલા જે ગુન્હા કામેના પોલીસ રીમાન્ડ હેઠળ રહેલ આરોપીઓને સાથે રાખી કચ્છ જીલ્લામાં જઇ કુલ કિ.રૂ.24,60,000નો 100% મુદ્દામાલ જોરાવરનગર પોલીસે રીકવર કર્યો હતો.
ગઇ તા.07/07/2023ના રોજ વિજયભાઇ રમણીકભાઇ કોશીયા ( જાતે-પ્રજાપતી, ઉ.વ.39 )( ધંધો.વેપાર રહે,ઇન્દ્રપ્રસ્થ સોસાયટી રતનપર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાઓ ) સાથે આરોપીઓ દેવાંગભાઇ પ્રવિણભાઇ દેત્રોજા ( હાલ રહે.નવા વણજર ઓમકાર જવેલર્સની ઉપર ઉજાલા સર્કલની બાજુમાં અમદાવાદ ), ગીરવભાઇ પ્રકાશભાઇ શાહ ( હાલ રહે-ગ્રીન લેન્ડ સોસાયટી બંસીવિલા સામે આદીપુર પુલીયા પાસે આદીપુર તા.અંજાર જી.કચ્છ ), રાજુભાઇ પટેલ ( રહે.હિન્દ ટર્મીનલ પ્રા.લી મોટા કપાયા તા.મુદ્રા ) અને શર્માજી ( રહે.હિન્દ ટર્મીનલ પ્રા.લી.મોટા કપાયા ના.મુંદ્રા વાળાઓ )એ ચોખા બજાર કરતા સસ્તા ભાવે ખરીદવાની પહેલેથી જ લાલચ આપી વિશ્વાસ કેળવી ગાંધીધામ બોલાવી 80 ટન ચોખાનો સોદો કરાવી રૂ- 24,60,000નુ પેમેન્ટ મેળવી આરોપીઓએ ચોખા નહીં આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુન્હો કર્યો હતો. જે બાબતે જોરાવરનગર પો.સ્ટે ગુ.ર.નં. 11211025230303/23 ઇ.પી.કો. કલમ- 406,420,114 મુજબનો ગુન્હો તા,05/08/2023ના રોજ રજીસ્ટર થયો હતો.
ઉપરોક્ત ગુન્હો રજી થતા ડો.ગીરીશ પંડ્યા ( પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર ) તથા એચ.પી.દોશી ( નાયબ પોલીસ અધિક્ષક,સુરેન્દ્રનગર ડીવીઝન ),સુરેન્દ્રનગરનાઓએ આ કામે આરોપીઓ તેમજ મુદ્દામાલ રીકવર કરવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતુ. જે અન્વયે આ ગુન્હા કામે દેવાંગભાઇ પ્રવિણભાઇ દેત્રોજા ( હાલ રહે.નવા વણજર ઓમકાર જવેલર્સની ઉપર ઉજાલા સર્કલની બાજુમાં અમદાવાદ ), ગૌરવભાઇ પ્રકાશભાઇ શાહ ( હાલ રહે-ગ્રીન લેન્ડ સોસાયટી બંસીવિલા સામે આદીપુર પુલીયા પાસે આદીપુર તા.અંજાર જી.કચ્છ )વાળાઓને તુરત જ અટક કરવામાં આવ્યા હતા.
અને તેઓના નામદાર કોર્ટથી દિન-4ના પોલીસ રીમાન્ડ મેળવી આરોપીને સાથે રાખી કચ્છ જીલ્લામા અન્ય બાકી આરોપીઓ તથા મુદ્દામાલ બાબતે તપાસ કરતા આ કામે અન્ય એક આરોપી મનહરભા ઉર્ફે મનુભા અમરતભા દેવસુર ( જાતે ગઢવી ઉ.વ.25 ધંધો ખેતી હાલ રહે.ગાંધીધામ નવીસુંદરપુરી રામબાગ રોડ આહિરવાસગેઇટની બાજુમા તા.ગાંધીધામ જી.કચ્છ મુળ રહે.ખોડાસર તા.ભચાઉ જી.કચ્છ વાળા )ની સંડોવણી હોવાનુ જણાઇ આવતા જેથી મજકુર આરોપીને ઝડપી પાડી તેને સાથે રાખી
તેના ઘરની ઝડતી તપાસ કરી આ કામે છળકટથી મેળવેલા રૂ.3,24,60,000 પૈકીના રોકડ રૂ.5,48,003 તથા તે રૂપિયામાંથી ખરીદ કરેલા ત્રણ સોનાના બિસ્કીટ કિ.રૂ.19,11,997 એમ કુલ કિ.રૂ.24,60,000નો 100% મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી આર.જે.જાડેજા ( પો.સબ ઇન્સ., જોરાવરનગર ) એ.એસ.આઇ ધનશ્યામભાઇ ગોવિંદભાઇ, પો.હેડ.કોન્સ ચમનલાલ નાનજીભાઇ, પો.હેડ.કોન્સ રાજેશભાઇ અજમલભાઇ, પો.કોન્સ મેહુલભાઇ રસીકભાઇ, પો.કોન્સ અરવિંદભાઇ રામજીભાઇ સહિતના પોલીસ સ્ટાફે બજાવી હતી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8