અહેવાલ – ચેહરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકા આધારિત છે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો બજારમાં ખરીદી કરવા આવતા હોય છે જેથી ભારે ભીડ જોવા મળતી હોય છે થરા હારીજ ટોટણા રોડ પર જાહેર શૌચાલય ના હોવાના કારણે મહીલા અને પુરુષો ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે એક તરફ ગુજરાત સરકાર દ્વારા નગરપાલીકા માં લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્થાનિક કોન્ટ્રાકટર અને નગરપાલીકા ના કોર્પોરેટરો તેમજ ખુદ પોતે ચિફ ઓફિસર અને પ્રમૂખ દ્રારા આંખ આડા કાન કરી ને લોકોની સમસ્યાઓ દૂર કરવાનાં મુદ્દે આનાકાની કરતા હોય એવું લાગે છે ત્યારે હવે થરા હારીજ રોડ ઉપર ટોટાણા સંત શ્રી સદારામ બાપા ના ધામમાં જવા માટેનો રોડ છે અને ત્યાં થરામાં વાળીનાથ મંદિર આવેલુ છે ટોટાણા રોડ પર ભરવાડ સમાજની ધર્મશાળા. ઠાકોર સમાજ ની બોડિંગ પણ એ જ રોડ ઉપર આવેલી છે હાલમાં થરા ટોટણા રોડ ઉપર સારો એવો વિકાસ પણ થઈ રહ્યો છે.
જેથી હાલમાં તે મુખ્ય રોડ સાબીત થઈ રહ્યો છે જેથી જાહેર શૌચાલય ન હોવાથી લોકો મુશ્કેલીઓ પણ ભોગવી રહ્યા છે માટે નગરપાલિકા ને થરામાં ટોટણા રોડ ઉપર જાહેર શૌચાલય બાંધવા માટે લોકો માંગ કરી રહ્યા છે. જ્યાં જોવો ત્યાં દબાણ વાળી જગ્યાઓ પર કબજો જમાવી ને પોતાના ધંધા રોજગાર કરતા લોકો પાસેથી ભાડા પેટે કે યેનકેન પ્રકારે વસૂલી લેવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે થરા નગરપાલીકા દ્વારા જાહેર શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જોકે આ અંગે હવે થરા નગરપાલીકા નું તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરી ને તંત્રના કાન પકડવામાં લોકો ખચકાશે નહી . મોટાં મોટાં શોપીંગ સેન્ટરમાં ફાયર ની સુવિધા ઉપલબ્ધ નથી. સીસીટીવી કેમેરા પણ કોઇ જગ્યાએ ઉપલબ્ધ નથી. પાર્કિંગ વ્યવસ્થા નથી. જે લોકો એ બાંધકામ કરવામાં આવ્યું છે એની મંજૂરીઓ લેવામાં આવી છે કે નહીં? આવા ઘણા બધા સવાલો ઉભા થયા છે ત્યારે હવે થરા નગરપાલીકા ના ચીફ ઓફિસર અને પ્રમૂખ દ્રારા તાત્કાલિક ધોરણે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ને જાહેર જનતાના હિતમાં શૌચાલય બનાવવા માં આવે તેવી આશા લોકો રાખી રહ્યા છે અન્યથા મિડિયા સમક્ષ તમામ પ્રકારની માંગણીઓ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી ને કોઇ મોટો ધડાકો કરવામાં આવશે (નામ ન આપવાની શરતે જણાવ્યું હતું મિડિયા સમકક્ષ) જોકે આ અહેવાલની અસર થશે કે પછી થરા નગરપાલીકા નું તંત્ર દ્વારા લોકો માટે જાહેર શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ કરાવશે એ જોવું રહ્યું.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8