મોરબીમાં ફોટો વિડીયો એશોશિયેશન દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં ફોટો વિડીયો એશોશિયેશન મોરબી દ્વારા તેમના પરિવારોનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ફોટોગ્રાફી માટે ગુજરાત સરકારના પારિતોષિકો મેળવનાર ફોટા જર્નાલિઝ એન. ભાટી, લાયન્સ ક્લબના રમેશ રૂપાલા તેમજ કેશુભાઈ દેત્રોજા સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી પ્રાગટ્યથી કરી હતી અને આજના યુગમાં શિક્ષણ ની જરૂરિયાત છે તેવું દરેક વક્તાઓએ આજના કાર્યક્રમ નેં લગતી વાત જણાવી હતી. આ કાર્ય કર્મમાં કે.જી. થી લઈને ધોરણ ૧૨ સુધીના ધોરણ નંબર એક થી ત્રણ માં આવેલા બાળકોને શીલ્ડ અને બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના પ્રમુખ મહાદેવભાઈ ઊંટવાડીયા એ પોતાના પ્રારંભિક સંબોધનમાં સૌને આવકાર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર ફોટો અને વીડિયો એશોશીયનના લોકો એ જહેમત ઉઠાવી હતી.