છોટાઉદેપુર જિલ્લામા ૭૭મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ડો.કુબેરભાઈ ડીંડોર કેબીનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક, અને પ્રૌઢ શિક્ષણ વિભાગની ઉપસ્થિતિમાં ઈએમઆરએસ સ્કુલ, કવાંટ ખાતે કરાઈ હતી. જીલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણીમાં અન્ય મહાનુભાવોમાં જીલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ, સાંસદસભ્ય ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના કલેકટર , ડીડીઓ, પોલીસ અધિક્ષકશ્રી, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ , પદ્મશ્રી પરેશ રાઠવા, જિલ્લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લાનો અધિકારીગણ, ગ્રામજનો વિદ્યાર્થી આલમ ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે ૭૭માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરી હતી. સવારે ૯ કલાકે ઈએમઆરએસના ગ્રાઉન્ડમાં ખુશનુમા વાતાવરણ અને આછો તડકો હોવાથી વારસાદના વિધ્નવિના સંસ્કૃતિક કાર્યક્રમની અને ધ્વજવંદન થઈ શક્યું હતું.
માનનીય ડો.કુબેરભાઈ ડીંડોરે ધ્વજવંદન કરી, પોતાના વક્તવ્યમાં ગુજરાતની યશગાથા વર્ણવી મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ જણાવ્યું હતું કે ગુજરાત એટલે સૌજન્ય, શુરવીરો અને સાહિત્યકારોની ભૂમિ, ગુજરાત એટલે વંચિતોનો વિકાસ, શિક્ષણનો સાગર, આરોગ્યમાં અગ્રેસર, નવા રસ્તાઓ તથા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ગરવું ગુજરાત. ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે. આ ઉપરાંત શિક્ષણમંત્રી એ છોટાઉદેપુર જીલ્લામાં રાજ્ય સરકારે કરેલી ઉપલબ્ધિઓની ઝાંખી કરાવી હતી જેમાં મુખ્યત્વે આદિજાતિ વિભાગની ઉપલબ્ધિઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ ક્ષેત્રે લીધેલા પગલા, જીલ્લામાં આયોજનમાં લીધેલ કામોનો આંકડાકીય ચિતાર રજુ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૯મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું છે જેમાં આપણા નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઈ આઝાદીના લડવૈયા એવા અનેક નામી- અનામિ વીરોને યાદ કરી વંદન કર્યા છે.
આ કાર્યક્રમમાં કેબીનેટમંત્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે વિકાસલક્ષી કાર્યો અર્થે કવાંટ ટીડીઓ ને 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં હાફેશ્વરની જવાહર નવોદય વિદ્યાલય તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ સ્ટાફની બહેનો દ્વારા ગરબો રજુ કરાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જીલ્લા વહીવટી તંત્રના આધિકારીઓ, કર્મચારીઓ અને જીલ્લાના વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્ર્રગાન બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ
આ કાર્યક્રમમા સાંસદ ગીતાબેન રાઠવા, જેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડા ઈમ્તિહાસ શૈખ, અધિક નિવાસી કલેક્ટરકે.ડી ભગત, વિવિધ અગ્રણીઓ, અધિકારી ઓ, કર્મચારી ઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને ગ્રામજનોનો સલામી, સંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણમાં ઉપસ્થિત રહ્યા હતા.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
Independence Day 2023 Special: બેગમ હઝરત મહેલ: 1857 ની ક્રાંતિમાં ભાગ લેનાર પ્રથમ મહિલા