છેલ્લા ઘણા સમયથી સંજેલી તાલુકામા વિવિધ વિસ્તારોમા અલગ અલગ રજુઆત હોય જેવી કે સાફ સફાઈ,સ્ટ્રીટ લાઇટ તેમજ પાણીની સુવિધાઓ જેવા પાયાના પ્રશ્નો હજીય સુધી તંત્ર દ્વારા પુર્ણ કરવામા આવ્યા ન હોવાથી લોકોમા અતિશય આક્રોશ જોવા મળી આવે છે. ત્યારે તંત્રની કામગીરી એક સાંધે તો તેર ટુટે *તેવી જણાય આવે છે
માડલીરોડ તેમજ બિસલરી ફળિયામા લોકોને પાયાની સુવિધાઓથી વંચિત હોવાથી લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો રહ્યો,
જેવી કે સાફ સફાઈનો અભાવ તેમજ સ્ટ્રીટ લાઈટ બંધ હોવી, પાણીની અછત, જેવા મુખ્ય પ્રશ્નો જેમની તેમ સ્થિતીમા જોવા મળી આવે છે,
બિસલરી ફળિયામા સાફસફાઇ કર્મચારીનો અભાવ હોવાથી અતિશય ગંદકીના કારણે રોગજન્ય મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે લોકોમા બિમારીનો ભય,
ત્યારે જવાબદાર તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી ફક્ત લોકોને કામગીરી બાબતે આશ્વાસન જ આપવામા આવે છે હકીકતમા કામગીરી જેમ કે તેમ સ્થિતીમા જ જોવા મળી આવે છે,
જ્યારે લોકોના પાયાના પ્રશ્નો પુર્ણ કરવામા તંત્ર નિષ્ક્રિય જણાય આવે છે તેમજ આજદિન સુધી પુર્ણ કરવામા તંત્રની બેદરકારી જોવા મળી આવે છે,
જ્યારે નગરમા ચોમાસાના કારણે રોગજન્ય જીવાતોના કારણે વાઇરલ કેસોમા સતત વધારો થતો હોય તેવી સ્થિતીમા તંત્ર મનસ્વી રીતે કામગીરી કરતુ હોય તેવુ હાલ જણાય આવે છે
@sohil dhada, zalod