મોરબી તાલુકાના પાવડરીયારી કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ
મોરબી તાલુકા પોલીસના પી. આઈ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા અને દિવ્યરાજસિંહ જાડેજાને સંયુકત બાતમી મળી હતી કે પાવડરીયારી કેનાલ પાસે ક્યુરા સિરામીકની દિવાલની જુગાર રમતા હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાં જુગાર રમતા દિનેશભાઇ ભીખાભાઇ ઝાલા, હસમુખભાઇ અમરશીભાઇ મકવાણા, દેવજીભાઇ પરસોતમભાઇ ચાવડા,રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ, અલ્પેશભાઇ મેરામભાઇ માધર અને જયેશભાઇ લક્ષ્મણભાઇ વાણીયાને રોકડ રકમ રૂપિયા પાંત્રીસ હજાર પાંચસો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં તાલુકા પોલીસના પી. આઈ. કે.એ.વાળા,પી એસ આઈ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, જનકસિંહ પરમાર, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદિપભાઇ પટેલ, પંકજ ભા ગુઢડા, કેતનભાઇ અજાણા, દેવશીભાઇ મોરી, કુલદિપભાઇ કાનગડ, યશવંતસિંહ ઝાલા, દિપસિંહ ચૌહાણ અને રૂતુરાજસિંહ જાડેજા સહિતના પોલીસકર્મીઓ જોડાયેલ હતાં.
@ શ્રીકાંત પટેલ, મોરબી
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8