ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ આઇસર ટેમ્પા નો ચાલક પોતાનો ટેમ્પો રોંગ સાઈડ પર હંકારી લાવી તેની સામે આવતી હાઈવા ટ્રકની સામે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હાઇવા ટ્રકનો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સમાં અવિધા સરકારી દવાખાના સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો આ અકસ્માતમાં હાઇવે ટ્રક ને આગળના ભાગે મોટું નુકસાન થવા પામ્યું હતું . અકસ્માત ની જાણ રાજપારડી પોલીસને થતા પી.એસ.આઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
@IRFAN KHATRI
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8