- જો કે ઝાલોદ પોલીસની ટીમે આ બન્ને સગીરાઓને શોધી કાઢતા અંતે હાશકારો…..
મોહસીન દાલ, ગોધરા
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ચરેલ રોડ ઉપર આવેલ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થા માંથી ગત તા.૧૪મીની રાત્રે પોકસોના ગુન્હામાં ભોગ બનેલ બે સગીર વયની કિશોરીઓ સુરક્ષાની નજરો ચૂકવીને ફરાર થઈ જતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે
હતી. જો કે આ સંસ્થાના પ્રોબેશન ઓફિસર શિલ્પાબેન જોશીએ લુણાવાડા પોલીસ મથકમાં જઈને બે સગીર કિશોરીઓનું લાલચો આપીને કે ફોસલાવીને કોઈક અજાણ્યા ચહેરાઓ દ્વારા અપહરણ કરાવ્યું હોવાની ફરીયાદ આપતાવેંત લુણાવાડા પોલીસ તંત્ર દ્વારા તાબડતોબ સરહદી એવા પંચમહાલ અને દાહોદ જિલ્લા તંત્રને સાવધ કરીને જરૂરી વિગતો મોકલી આપી હતી. જો કે લુણાવાડા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માંથી ભાગેલ આ બે સગીર કિશોરીઓને ઝાલોદ પોલીસ તંત્રની ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢીને લુણાવાડા પોલીસને વાકેફ કરતા હાશકારો અનુભવાયો હતો. જો પોલીસ તંત્રની પ્રાથમિક પૂછપરછોમાં આ બન્ને સગીર કિશોરીઓ પોકસોના ગુન્હામાં પોતાના પ્રેમીઓને સજા થશે તો વર્ષો સુધી અહીં રહેવું પડશે ના ભય વચ્ચે તેઓ સંસ્થા માંથી ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.
લુણાવાડામાં આવેલ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થાના પ્રોબેશન ઓફિસર શિલ્પા જોષીએ લુણાવાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, મહિસાગર જિલ્લામાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં અલગ અલગ જિલ્લા ઓમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામની છોકરીઓ મુકતા હોય છે. જેમાં રાત્રિના ગૃહમાતાએ પ્રોબેશન ઓફિસરને મોબાઈલ ફોન કરી જણાવ્યું હતું કે, ઝાલોદ પોલીસ મથકની તેમજ પાવાગઢ પોલીસ મથકની પોકસો એક્ટ હેઠળની ભોગ બનનાર સગીર વયની બે બાળાઓ બંને સંસ્થામાં જોવા મળતી નથી. જેની જાણ થતાં સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવી નીનામાને કરી હતી અને સાથી કર્મચારીઓ સાથે શોધખોળ શરૂ કરી હતી.
આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં બે સગીર વયની બાળાઓ ન મળી આવતા લુણાવાડા પોલીસ મથકે અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી કે કોઇપણ કારણસર અપહરણ કરી અંગેની ફરિયાદ નોંધાવી છે. લુણાવાડા પોલીસ મથકે કોઇ અજાણ્યા ઇસમે સંસ્થામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ ચીલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થાના પ્રોબેશન ઓફિસરે નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે નોંધનીય છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થા લુણાવાડામાં કુલ ૯ છોકરીઓ તેમજ કાળજી અને રક્ષણ વાળી બાળકીઓ ૧૪ મળી કુલ ૨૩ છોકરીઓ છે. હાલ લુણાવાડા પોલીસે સુરક્ષામાં બંદોબસ્ત મૂકી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ સંસ્થા લુણાવાડા શહેરના એકાંત વિસ્તારમાં આવેલ હોઇ બાળકીઓની સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.!!