- મધ્ય પ્રદેશ ની ગેંગ ધ્વારા ગુજરાત માથી ચોરી કરેલી બાઇકોના પાર્ટસ કાઢી વેચી નાખવાનુ કૌંભાડ
બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ મોટર સાયકલોને ગણતરીના કલાકોમાં બે આરોપીઓ સાથે શોધી કાઢી તેમજ ભરૂચ, સૂરત, પંચમહાલ જીલ્લાઓમાં દાખલ થયેલ મો.સા ચોરીના ગુનાઓ છોટાઉદેપુર એલ.સી.બીએ શોધી કાઢ્યા
આર.વી.અસારી ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને સુચના કરેલ. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી શાખા છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળેલ બાતમી હકીકત આધારે હલ્દી મહોડી ત્રણ રસ્તા પાસે ચેકીંગમાં હતા તે દરમ્યાન બે ઇસમો રોયલ એન્ડફીલ્ડ બુલેટ નંબર વગરની લઇને આવતા તેઓના ઉપર શંકા જતા બુલેટ ચાલકને કોર્ડન કરી પકડી પાડી બુલેટની માલીકી અંગેના આધાર-પુરાવા માંગતા તેઓની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી એન્ડફીલ્ડ બુલેટના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી પોકેટ કોપ મોબાઇલમાં ખાત્રી તપાસ કરતા સદર એન્ડફીલ્ડ બુલેટનો સાચો નંબર GJ-34-D-6212 નો જણાય આવેલ હોય જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશને ૧૧૧૮૪૦૦૧૨૩૧૧૯૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો ત્રણ દિવસ પહેલા દાખલ થયેલ હોવાનું જણાય આવેલ જેથી પકડાયેલ ઇસમોને વધુ પુછપરછ કરતા સદરી ઇસમોએ જણાવેલ કે પોતાના મિત્ર શૈલેષભાઇ રહે નાની વડોઇ તા.કઠઠીવાડા જી.અલીરાજપુર નાનો ગુજરાત રાજયમાંથી મો.સા ચોરી કરી લાવી પોતાના ગેરેજ ઉપર આપી જતો જે ચોરીની મો.સાના પાર્ટસ જરૂરીયાત મુજબ કાઢી લઇ અમો રીપેરીંગમાં આવતી મો.સામાં નાખી આપતા હોવાનું જણાવતા સદરીના ગેરેજમાં જઇ તપાસ કરતા ચોરીની મો.સા તથા મો.સાના એન્જીન મળી આવેલ જે મો.સા તથા એન્જીન નંબર પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરી ખાત્રી તપાસ કરતા ચોરીના હોવાનું જણાઇ આવેલ જેથી ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી મો.સા તથા મો.સાના એન્જીનો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર