ગોધરાના સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાચિન શ્રી મહાવીર દિગંબર જૈન મંદિરને અડીને શરૂ થયેલ નોન-વેજ રેસ્ટોરન્ટના વિરુધ્ધમાં ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું.!!
ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પ્રાચિન શ્રી મહાવીર દિગંબર જૈન મંદિરની બાજુમાં ઉભા કરવામાં આવેલા કોમ્પલેક્ષમાં નોન-વેજની હોટલ શરૂ કરવામાં આવતા ભાવિક ભક્તોની લાગણીઓ દુભાઈ હોવાની ગંભીર રજુઆત સાથે શ્રી મહાવીર દિગંબર જૈન મંદિર તેરાપંથી આમનાથ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા પંચમહાલ કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવીને શ્રી મહાવીર દિગંબર જૈન મંદિરની દીવાલને અડીને શરૂ કરવામાં આવેલ આ નોન-વેજની હોટલને બંધ કરાવવામાં આવે એવી રજુઆત કરી હતી. જો કે રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ એક મંદિર ટ્રસ્ટની જમીનમાં અશાંતધારા સંદર્ભમાં વહીવટી તંત્રની મંજૂરીની રાહ જોયા વગર બંધાઈ ગયેલા આ શોપિંગ સેન્ટરમાં અમદાવાદની એક પ્રખ્યાત નોન-વેજ હોટલનો પ્રારંભ એક મહિના પૂર્વે કરવામાં આવતા દિગંબર જૈન સમાજના ભક્તો ચોંકી ઉઠ્યા હતા.
આજરોજ ગોધરા શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ શ્રી મહાવીર દિગંબર જૈન મંદિર તેરાપંથી આમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પંચમહાલ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યું હતું કે અમારા સમાજનું વર્ષો જૂનું દિગંબર જૈન મંદિર દેરાસર ગોધરા શહેરી વિસ્તારમાં રેલ્વે સ્ટેશન રોડ સ્થિત આવેલું છે. જ્યાં અમારી ધાર્મિક રીતી-રીવાજો અને પરંપરાઓ મુજબ આરાધના કરીએ છીએ.
અમારો જૈન ધર્મ જીવપ્રેમી અને સર્વે જીવો પ્રત્યે દયા ભાવના સાથે રહેતો સમાજ છે અને અમે શહેરનો શાંતિપ્રિય સદ્દભાવના અને સર્વ ધર્મને માન સન્માન આપીએ છીએ અને આ અમારા જૈન દેરાસરને અડીને અમદાવાદની મોતીમહલ હોટલ અને મીડ ટાઉન રેસ્ટોરન્ટ તેમજ ગેસ્ટહાઉસ કે જ્યાં માંસાહારી વસ્તુ બનાવી તેમનું વેચાણ કરવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં આવતા લોકો માંસાહાર ખાઈ તેનો કચરો દેરાસરની બહાર ફેંકતા હોય અમારા સમાજની લાગણી દુભાય છે. જેને લઇને તાત્કાલિક આ માંસાહારી હોટેલ બંધ કરાવવામાં આવે તેવી જૈન સમાજની લાગણી અને માંગણી છે.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8