સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણીની જાહેરાત થતાની સાથેજ ભાજપ,કોંગ્રેસ ઉમેદવારોમા રાજકારણનો ગરમાવો જોવા મળી આવ્યો હતો. સંજેલી કોગ્રેસ પ્રમુખે જીલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલિયારના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લેતા જ ભાજપનો બિનહરીફ વિજય થયો હતો.
ત્યારે જીલ્લા કોગ્રેસની રણનીતિ ગણતરીમા જ ઉંધી પડી ગયેલ હતી. સંજેલી APMC ઝાલોદથી વિભાજન પછી પ્રથમવાર ઇલેકશનની તારીખની જાહેરાત થતા જ ભાજપના તમામ આગેવાનો,કાર્યકર્તાઓ એક સાથે મળી બિનહરીફ માટેની તૈયારીઓ ચાલુ કરી દીધી હતી.
કોગ્રેસની બે દિવસ અગાઉ મળેલી બેઠકમા નિર્ણય લીધા પછી કોગ્રેસ કોગ્રેસ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓની સંમતિથી બિનહરીફ હરીફ નહી તેવુ કહી એપીએમસીની ચુંટણીમા ઉમેદવારી માટે મેદાને ઉતરવાનો લેવાયો હતો. જેથી ભાજપની પેનલના નારાજ મંડળીના સભ્યોને લઇ ફરવા માટે રવાના થઈ ગયા હતા….
તા,17 નારોજ ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસે વહેલી સવાર પરત ફરતા સુધી કોગ્રેસ પેનલ સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનો દાવો કરનારા કોગ્રેસ તાલુકા પાર્ટી પ્રમુખ, ભુરસીંગભાઇ તાવિયાડ અને પુર્વ તાલુકા મહામંત્રી કમલેશ રાવતે બીજેપી જીલ્લા પાર્ટી પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો
પુર્વે તાલુકા પાર્ટી પ્રમુખ જશુભાઈ બામણીયા, માનસીંગ પટેલ,મહેન્દ્ર પલાસ,સલીમભાઇ મિર્ઝા, તેમજ સંભવિત ઉમેદવારોની ઉપસ્થિતમા કેસરીયો ધારણ કરી લેતા સન્નાટો છવાયો હતો
ત્યારે કોગ્રેસપક્ષના ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારી કરી આવેલ ઉમેદવારોએ નારાજગી સાથે ઘરે જવુ પડયુ હતુ
@sohil dhada, zalod
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8