@સુલેમાન ખત્રી છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમાકુના વેપારીને અલીરાજપુરથી છોટાઉદેપુર તરફના નેશનલ હાઇવે રોડ ઉપર મોજે નાનીસઢલી થી ચીસાડીયા ગામ વચ્ચે તા.૧૭/૦૮/૨૦૨૩ ના રોજ રાત્રીના 10 વાગ્યા દરમ્યાન બોલેરો ગાડી મા આવેલ ચાર ઇસમો દ્વારા વેપારીને માર મારી રોકડ રૂપીયા. ચાર લાખ તેમજ વેપારીના મોબાઇલની લુંટ કરી ભાગી જતા જે અંગે રંગપુર પો.સ્ટે.માં ગુનો
દાખલ કરી રાજેન્દ્ર વી.અસારી ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં લુંટ/ઘાડ જેવા ગંભીર ગુના અટકાવવા સારૂ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એન.એમ.ભુરીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો દ્વારા લુંટ કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડીને પોકેટકોપ મોબાઇલની મદદથી સર્ચ કરી ગાડી માલીકની માહીતી મેળવી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા હ્યુમન રીસોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા તથા અંગત બાતમીદાર થકી અલગ-અલગ દીશામા તપાસ કરી ગુનામાં સંડોવાયેલ તમામ ચાર(૪) આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેઓ પાસેથી લુંટ કરવામાં ઉપયોગમાં લીધેલ બોલેરો ગાડી રજી નંબર.GJ-34-H-4196 તથા લુંટ કરેલ રોકડા
રૂપિયા.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦/- સાથે કુલ કંમત રૂ.૪,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ
કબજે કરી કર્યો
લુંટ કરી ભાગી નીકળેલા આરોપીઓ જેમા રાજુ શંકર રાઠવા રહે.વાગલવાડા તા.જી.છોટાઉદેપુર
ઉમેશ લેરીયા રાઠવા રહે.કટારવાંટ તા.જી.છોટાઉદેપુર,,, કરસન નાયકા ચૌહાણ(ભીલાલા) રહે.મોટી વડોઇ તા.કઠ્ઠીવાડા . અલીરાજપુર,, ભરત બાબુ રાઠવા રહે. ચીસાડીયા પુજારી તા. જી.છોટાઉદેપુર
આ ચાર આરોપીઓ ને રંગપુર પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ.ભુરીયા સાથે ની ટીમે ગણતરી ના કલાકોમા લુંટ ના આરોપીઓને ઝડપી સરાહનીય કામગીરી કરી છે