ઘણા રાજ્યોમાં બનાવાયેલા બનાવટી લાભાર્થી, બનાવટી સંસ્થા અને બનાવાટી નામોના બેંક ખાતાનો ખુલાસો થયો
તપાસમાં 1572 લઘુમતી સંસ્થાઓમાંથી 830 બનાવટી હોવાનું સામે આવ્યું, રૂ.144 કરોડના કૌભાંડની આશંકા
ભારતના સૌથી મોટા લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઘણા રાજ્યોમાં બનાવાયેલા બનાવટી લાભાર્થી, બનાવટી સંસ્થા અને બનાવાટી નામોના બેંક ખાતાનો ખુલાસો થયો છે. આ મામલો કથિત રીતે લઘુમતી સંસ્થાઓ, રાજ્ય વહીવટ અને બેંકોમાં સંસ્થાકીય ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મતિ ઈરાનીએ સીબીઆઈ તપાસની વાત કહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલો મુજબ મદરેસાઓ સહિત 1572 લઘુમતી સંસ્થાઓની તપાસ કરાતા 830 બનાવટી/કાર્યરત વગરની હોવાનું સામે આવ્યું છે, જેમાં 144 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.
5 વર્ષમાં 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ
લઘુમતી મંત્રાલયે 10 જુલાઈએ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. મંત્રાલયે 34 રાજ્યોના 100 જિલ્લામાં આંતરિક તપાસ કરાવી છે, જેમાં 21 રાજ્યોમાં આવેલા 1572 સંસ્થામાંથી 830 સંસ્થાઓ બનાવટી હોવાનું સામે આવ્યું છે. લગભગ 53 ટકા લાભાર્થી બનાવટીનો ખુલાસો થયો છે. છેલ્લા 5 વર્ષમાં 830 સંસ્થામાં જ 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. જોકે અન્ય સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે. આ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
આ 830 સંસ્થાઓના લાભાર્થીઓના એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ
છત્તીસગઢમાં 62 સંસ્થાઓની તપાસ : તમામ બનાવટી/નોન-ઓપરેશનલ
રાજસ્થાનની 128 સંસ્થાઓની તપાસ : 99 નકલી/નોન ઓપરેશનલ
આસામ 68 ટકા બનાવટી
કર્ણાટક 64 ટકા બનાવટી
યુપીમાં 44 ટકા બનાવટી
બંગાળ 39 ટકા બનાવટી
નોડલ અધિકારીઓ તપાસના સકંજામાં
સંસ્થાઓના નોડલ અધિકારીઓએ ઓકે રિપોર્ટ કેવી રીતે આપી દીધી… જિલ્લા નોડલ અધિકારીએ બનાવટી મામલાની કેવી રીતે ચકાસણી કરી… અને કેટલા રાજ્યોએ વર્ષો સુધી કૌભાંડ થવા દીધું… આ તમામ બાબતોની સીબીઆઈ તપાસ કરશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8