સિદ્ધપુર સરસ્વતી નું પવિત્ર જળ લેવા માટે કાવડિયાઓ નો અનેરો ઉત્સાહ
પાટણ partho alkesh pandya
શ્રાવણ ની શરૂઆત થતાં શિવ મંદિરો માં આવેલ શિવલિંગો પર જળાભિષેક નું સવિશેષ મહત્વ છે ત્યારે પવિત્ર સરસ્વતી નદીનું જળ લેવા માટે આજુબાજુના ના ગામો ના શિવાલયો માંથી કાવડિયા ઓ આવતા હોય છે અને અહી જળ ભરીને પોત પોતાના ગામ આ જલ લઈ જતા હોય છે
ઉ.ગુ.ના 450 ગામડાઓ માંથી શિવ મંદિરોમાં જળાભિષેક કરવા માંટે પવિત્ર સરસ્વતી નદિના કિનારે આવેલ સ્વયંભૂ શિવાલયો જેવાકે શ્રીઅરવડેશ્વર મહાદેવ શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ શ્રી વાલ્કેશ્વરમહાદેવ શ્રીવટેશ્વરમહાદેવ શ્રીસિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી સિદ્ધપુરશહેર સહિત તાલુકા તેમજ ઉ.ગુ ના પાટણ હારીજ ચાણસ્મા બહુચરાજી વિરમગામ મહેસાણા વિજાપુર વિસનગર પાલનપુર લાખણી ગામોમાંથી ઉઘાડા પગે ગામના યુવકો દ્વારા અલગ અલગ ટુકડીઓ બનાવી સમગ્ર શ્રાવણ માસમાં અહીં જળ લેવા માટે આવતા હોય છે જેના લીધે સમગ્ર માહોલ શિવમય બની જાયછે
ઐતિહાિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર પવિત્ર કુંવારીકા સરસ્વતી નદીના કિનારે વસેલ છે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથેજ આ શિવનગરી ભક્તી મય બની જાય છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પવિત્ર સરસ્વતી નદીના જળથી શિવજીને જળાભિષેક કરવાનું એક અનેરું પૌરાણિક મહત્વ રહેલું હોઈ પવિત્ર શ્રાવણ માસ દરિયાન સિદ્ધપુર સહીત ઉત્તર ગુજરાતના 450 ઉપરાંત ગામોના શિવાલયોમાં રુદ્રા અભિષેક કરવામાં આવેે છે જેના માટે વેદ કાલીન પુરાણોમાં જેનું આગવું સ્થાનક છે રુગવેદ માં જેના ગુણગાન ગવાય છે એવી શ્રી સ્થળે વહેનારી પ્રાચી પવિત્ર સરસ્વતિ નદીનું જળ લેવા કાવડિયાઓની લાંબી કતારો લાગતી હોય છે અને અહીં થી તેમના ગામો મા આવેલ શિવાલયો પર અભિષેક કરતા હોય છે
સિદ્ધપુર સરસ્વતી નું પવિત્ર જળ લેવા માટે કાવડિયાઓ નો અનેરો ઉત્સાહ
Related Posts
Add A Comment