ચોટીલા ( સુભાષ મંડિર દ્વારા)
ચોટીલાનાં સ્વ. ગૌ રક્ષકની ૧૩મી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ યોજીને અંજલી આપવામાં આવેલ આ પ્રસંગે ગુજરાતનાં નામી સાધુ સંતોએ ઉપસ્થિત રહીને અંજલી આપી હતી.
ચોટીલાની ગૌરક્ષકોની અબોલ જીવ બચાવવાનાં અભિયાનમાં ગૌરક્ષક એવા રાજુભાઇ ખાચર અકસ્માતે ૧૨ વર્ષ પહેલા શહીદ થયેલ હતા જેઓની કાયમી અમર યાદમાં થાનરોડ ખાતે તેમનું સ્ટેચ્યું મુકાયેલ છે
આ શહીદની ૧૩મી પુણ્યતિથિએ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સ્વર્ગસ્થ ગૌ રક્ષક ને અંજલી આપવા યોજેલ મહારક્તદાન શિબિર નો પ્રારંભ સવારે સ્ટેચ્યું ખાતે પૂષ્પાજલી અને સંતો મહંતો અને જલારામ મંદિર પરિવારનાં આગેવાનો હસ્તે દિપ પ્રાગટય સાથે કરવામાં આવેલ હતો
રક્તદાતાઓએ સવારથી જ અંજલી રૂપી રક્તદાન કરવા હોડ લગાવી હતી અને રક્તદાતાઓ માટે બેડ ઓછા પડતા જોવા મળેલ હતા બપોર સુધીમાં ૨૦૦ બોટલ રક્તદાન કરીને રક્તદાતાઓએ ગૌરક્ષક ને અંજલી આપીને તેમના અમરત્વને સાર્થક કરેલ હતું
આ પ્રસંગે ચોટીલા પંથકનાં તમામ રાજકીય પક્ષોનાં આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી બિરદાવવામાં આવેલ ખાસ આશિર્વાદ આપવા પધારેલ તમામ સંતો મહોતોનાં સ્વાગત સન્માન કરવામાં આવેલ હતા તેમજ તમામ લોકોને પ્રસાદ સેવાનો લાભ જલારામ મંદિર ચોટીલા દ્વારા આપી ને સહભાગી બનેલ હતા.
ચોટીલા/વિર શહીદ ગૌરક્ષકને મહા રક્તદાન શિબિર દ્વારા અંજલી, ૨૦૦ બોટલ રક્તદાન કરાયું
Related Posts
Add A Comment