chotaudepur: લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર (chotaudepur) દ્વારા બુટલેગરોની ગાડીની ફિલ્મી ઢબે પિછો કરી જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામ પાસેથી કિ.રૂ.૧,૫૦,૭૦૦/-નો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા એક ફરાર
સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા જીલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ….જે અન્વયે શ્રી જે.પી મેવાડા ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો જશવંતસિંહ પ્રતાપસિંહ નાઓને બાતમી મળેલ કે (૧) નગીનભાઇ દુરસિંગભાઇ રાઠવા રહે.ચઠાવાડા પટેલ ફલીયુ તા.જી છોટાઉદેપુર(૨) રાકેશભાઇ ગોપસિંગભાઇ રાઠવા રહે.મોટી સઢલી જોગદી ફળીયુ તા.જી છોટાઉદેપુર (૩) ચંદુભાઇ રણછોડભાઇ રાઠવા રહે.ચઠાવાડા પટેલ ફલીયુ તા.જી છોટાઉદેપુર નાઓ એક સફેદ કલરની નંબર વગરની બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ચીજ-વસ્તુ ભરીને નિકળેલ છે અને તેની આગળ પાઇલોટીંગમાં સ્પ્લેન્ડર પ્લ્સ મો.સા છોટાઉદેપુર થી પાવીજેતપુર તરફ નીકળેલ છે તેવી હકિકત એલ.સી.બી સ્ટાફ તથા એચ.આર.જેતાવત પો.સ.ઇ જેતપુરપાવી પોલીસ સ્ટેશન નાઓને બાતમી હકિકતથી વાકેફ કરતા અલગ-અલગ ટીમ બનાવી તેજગઢ તથા જેતપુરપાવી ખાતે નાકાબંધીમાં ઉભા રહેલા હતા તે દરમ્યાન બોલેરો ગાડી આવતા તેના ચાલકને ગાડી ઉભી રાખવા ઇશારો કરતા ઉભી રાખેલ નહિ અને તેજગઢ થી રાયસિંગપુરા ગામ બાજુ રહી આમરોલ ગામ તરફ ભાગવા લાગેલ જેથી તેજગઢ અને આમરોલ પાસે ઉભેલી બન્ને ટીમ દ્વારા બોલેરો ગાડીનો પીછો કરતા બોલેરો ગાડીના ચાલકએ પોલીસની ગાડીને ટક્કર મારી
અને બોલેરો ગાડીમાં પાછળ બેઠેલા ઇસમે પોલીસની ગાડી ઉપર તથા રોડ ઉપર વિદેશી દારૂની બોટલો તથા વિદેશી દારૂની પેટીઓ નાખી જીવલેણ હુમલો કરી પોલીસની ગાડી રોકવા માટેના પ્રયત્નો કર્યા હતા તે દરમાયાન એચ.આર.જેતાવત પો.સ.ઇ જેતપુરપાવી પોલીસ સ્ટેશન નાઓને જણાવેલ કે ગાડી રતનપુર તરફ આવે છે તેથી એલ.સી.બી ની ટીમ તથા જેતપુરપાવી પોલીસની ટીમ રતનપુરા ખાતે હાજર હોય જેથી જેઓએ સદર બોલેરો ગાડીને રોકવા માટે રસ્તા ઉપર ટ્રક ઉભો રાખેલ છતા સદરી બોલેરો ગાડીના ચાલકે રતનપુર ઉભેલી બન્ને પોલીસની ટીમ ઉપર મારી નાખવાની કોશીશ કરી જેથી એચ.આર.જેતાવત પો.સ.ઇ નાઓ તથા હે.કો લાખણસિંહ કરણસિંહ એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ બોલેરો ગાડીને ઉભી રાખવા હવામાં ફાયરિંગ કરેલ અને ત્યાથી સદરી બોલેરો ગાડી તથા પાયલોટિંગ કરતી સ્પ્લેન્ડર પ્લ્સ મો.સાને વડાતલાવ ગામ પાસેથી કોર્ડન કરી પકડી પાડી બોલેરો ગાડી તપાસ કરતાં સદરી ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૫૦,૭૦૦/- નો મુદામાલ પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી (૧) જેતપુર પાવી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૩૦૫૯૩/૨૦૨૩ પ્રોહીબીશન એકટની કલમ ૬૫-(એ)(ઇ), ૯૮(૨),૮૧,૮૩, ૧૧૬(બી) તથા (૨) જેતપુર પાવી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૩૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.૩૦૭, ૧૮૬, ૧૨૦(બી), ૩૩૭, ૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ.૧૮૪,૧૭૭, મુજબનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જયારે ફરાર થયેલા સચીન વેચાત રાઠવા ને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે
@suleman khatri, chotaudepur
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8