*જિલ્લામાં રખડતા ઢોરના માલિકો વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી કલેકટર ની શિખામણ કેટલે સુધી !!! ?
રસ્તે રખડતા ઢોર ના દૃશ્યો પાટણ વહીવટી તંત્ર ને અર્પણ!!!
પાટણ અલ્કેશ પંડ્યા
પાટણ જિલ્લામાં રખડતા ઢોરની વધતી જતી સમસ્યા વિરુદ્ધ ફરીયાદો મળવાથી જિલ્લા કલેક્ટર દ્વારા તાજેતર મા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર્સ ની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ સમસ્યાને નિવારવા માટે ત્વરીત પગલાં લેવા માટે સંલગ્ન ચીફ ઓફિસર્સ ને સુચન કરવામાં આવ્યું હતુ.
જિલ્લામાં પદાધિકારી અને સ્થાનિકો દ્વારા રખડતા ઢોરો અંગે વારંવાર ફરીયાદ મળે છે તે ફરીયાદને ધ્યાનમાં રાખીને આજરોજ જિલ્લા કલેક્ટરશ દ્વારા તમામ ચીફ ઓફિસર્સની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં રખડતા ઢોરને ન માત્ર પાંજરે પુરવા પરંતું તેઓના વ્યવસ્થાપન માટે શું પગલાં લઈ શકાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
એસી રૂમ માં બેસી રસ્તે રખડતા ઢોરો ની સમસ્યા નું ગહન ચિંતન કરવા માં આવ્યું ત્યારે આજે પાટણ ના મોતિશા વિસ્તાર ના દૃશ્યો જોઈએતો પાટણ ના પ્રવેશ દ્વાર સમાં મોતીશા દરવાજા પાસે જાણે વહીવટી તંત્ર ને ચેલેન્જ આપતા હોય એમ રખડતા ઢોરો ના ટોળા રીતસર પાલિકાના ઢોર ડબ્બા પાસેજ રસ્તા વચોવચ ઉભા હોય લડતા હોય એમના માલિકો આવે દૂધ દોહવા ના સમયે હાંકી ને લઈ જાય પાછા તુરંત ત્યાં સુધી મૂકી જાય ત્યાં વેચાતા છૂટક ઘાસચારા પીપળ ના પાન છૂટક શાકભાજી ના વેપારીઓ ના વધેલા કચરા ખાવા આવે છે જેનાથી સમગ્ર વિસ્તાર જાણે બ્લોક થઈ જાય રાહદારીઓ રહીશો સ્કૂલે જતાં બાળકો મંદિરે દર્શન કરવા જતા વડીલો મહિલાઓ તો રીતસર ભય ના ઓથાર હેઠળ પસાર થાય કોઈ નિર્દોષ નગરજનો ની વેદના સાંભળવા વાળું જ ના હોય એમ નગર પાલિકાના નઘરોળ તંત્ર ના બહેરા કાન ગઈકાલ ની માનનીય કલેકટર સાહેબ ની આં ત્રાસ માંથી છોડાવવાની ફટકાર પછી પણ જાણે સાંભળવા તૈયાર જ નથી આજે સવારે જો સમયસૂચકતા ના ત્યાંના દર્શનાર્થીઓ એ ના વાપરી હોત તો વહેલી સવારે લડતા ત્રણ આખલા ના કારણે દર્શનાર્થે આવેલા બે પંચોતેર વર્ષ ઉપરના વડીલ મિત્રો ની જોડી સાથે સ્કૂલે જતાં બાળકો આજે કદાચ મોટા અકસ્માત નો શિકાર બની ગયા હોત અને હડફેટે કદાચ પ્રભુ શરણ પણ થઈ જાત ટ્રાફિક માં લડતા આખલાઓ વચ્ચે ફસાઈ ગયેલા બંને વડીલ મિત્રો ને સા ડેસર પાટી ના પ્રમુખ કનુભાઈ પટેલે પોતાની પરવા કર્યા વગર વચ્ચે કૂદી આખલાઓ ને લાકડી થી ફટકારી માંડ છોડાવ્યા અને બંને વડીલ મિત્રો ને મંદિરના ઓટલા પાસે બેસાડી એમની ગભરામણ દૂર કરી ત્યાંના સ્થાનિક લોકો એ પણ ખુબજ સહકાર આપેલ માનનીય પાટણ જિલ્લા કલેકટર, એસ પી તથા ચીફ ઓફિસર જલ્દીથી આં કાર્યવાહી નો પ્રારંભ નહિ કરાવે તો કદાચ પાટણ માં નિર્દોષ નગરજનો નું હવે ફરવું બહાર નીકળવું પણ કદાચ દુષ્કર બની જાય તો નવાઈ નહી
જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વ્રારા તમામ ચીફ ઓફિસર્સને રખડતા ઢોર અંગે વ્યવસ્થાપન માટે રોડમેપ તૈયાર કરવા અંગે સુચન કર્યું છે. તદઉપરાંત તમામ વ્યવસ્થાપન કરીને તમામ રિપોર્ટ તૈયાર કરવા અંગે પણ સુચન કર્યું હતુ. જે પ્રકારે શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોનું પ્રમાણ વધ્યું છે તેના પરીણામે સ્થાનિકોને પડતી હાલાકીને દુર કરવા માટે તેમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર્સને જિલ્લા કલેક્ટરશઅરવિંદ વિજયન દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.