accident: ઉત્તરાખંડમાં (uttarakhand) ખાનગી બસને નડેલા ગોઝારા અકસ્માતમાં (accident) ભાવનગરના (bhavnagar) જે સાત લોકોના મોત થયા છે. તેમાં પાલિતાણાના કરણજી ભાટીનો પણ સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા કરણજી ભાટી 29 વર્ષના હતા. તેમને પરિવારમાં ત્રણ સંતાનો છે. બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છે. પરિવારના સભ્યો ભારે હૈયે મૃતદેહ લેવા માટે દહેરાદૂન રવાના થયા હતા.
ઉતરાખંડમાં ખાનગી બસનો ગોજારો અકસ્માતનો મામલો
ભાવનગરના 7 લોકોના અકસ્માત થયા છે મોત
ભાવનગરના પાલિતાણાના કરણજી ભાટીનો પણ સમાવેશ
યુવકના મૃત્યુના સમાચારથી ઘરના સભ્યોમા શોકનો માહોલ
અકસ્માતમાં મરણ જનાર 29 વર્ષીય કરણજી ભાટીને ત્રણ સંતાનો
બે પુત્રી અને એક પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
કરણજીના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો
પરિવારના સભ્યો કરણજીની બોડી લેવા દેહરાદુન જવા રવાના થયા
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામમાંથી યાત્રા કરીને પરત ફરતા ગુજરાતી મુસાફરો ભરેલી એક બસ ખીણમાં પડી હતી. આ દૂર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે. આ બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા, જેમાં 27 ઘાયલોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
કઇ રીતે સર્જાયો અકસ્માત
ગુજરાતના મુસાફરો ચારધામની યાત્રાએ ગયા હતા. બસ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી હતી. આ દરમિયાન ગંગનાની પાસે ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેને કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.
આ દૂર્ઘટનામાં મોતને ભેટેલા લોકો ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને પાલિતાણાના હતા.
1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા
2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર
3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા
4.દક્ષાબેન મહેતા રહે.મહુવા
5.ગણપતભાઈ મહેતા રહે.મહુવા
6.કરણ ભાટી. રહે.પાલિતાણા
7.રાજેશ મેર રહે. અલંગ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8