@PD DABHI TALAJA
તળાજામાં આવેલા શ્રી રાષ્ટ્રવિજય હનુમાનજી આશ્રમ ખાતે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોના લાભાર્થે તારીખ 20/8/2023 શનિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 153 થી વધુ ગરીબ ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ હતો તેઓને શ્રી ડૉ.રવિનભાઈ લાધવા અને ડો. બાલધીયા સાહેબની ૯ સભ્યોની ટીમ દ્વારા નિશુલ્ક નિદાન કરી જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. લાકોને આવા કેમ્પથી ખૂબ જ લાભ થયો હોઈ અને આવો કેમ્પ આ ઝૂંપડપટ્ટીમાં પ્રથમ વખત કરવા બદલ આયોજકો અને ડોકટરશ્રીઓને બિરદાવ્યા હતા અને આવો કેમ્પ દર મહિને કરવા વિનંતી કરી હતી. કેમ્પનું આયોજન ITI કોલેજ તળાજાના આચાર્યશ્રી જયભાઈ દવે, પાર્થભાઈ પંડ્યા, હર્ષિતભાઈ પંડ્યા અને અમરીશ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવિજય હનુમાનજી આશ્રમ સેવક મંડળ દ્વારા શિક્ષણ અને સેવાના વિવિધ કાર્યક્રમો દ્વારા આજુબાજુમાં વસતા ગરીબ ભાઈઓ બહેનોના ઉત્થાન માટે સતત શુભ પ્રયત્નો કરવામાં આવે છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8