મહેસાણા નંદાસણ નજીક માર્ગ અકસ્માત માં 1 નું મોત 1 ઘાયલ
ફોર વ્હીલર ની ડાભી સાઈડ ના ફુરચા ઉડ્યા
પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
મહેસાણા હાઇવે .પર આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માત ની ઘટના બની હતી જેમાં ફોર વ્હીલર ગાડી અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિ નું મોત થયું હતું
આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મહેસાણા અમદાવાદ હાઇવે રોડ પર મંગળવાર ની વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ના સમયે અમદાવાદ થી એક મોંઘીદાટ ગાડી મહેસાણા હાઇવે તરફ ડ્રાઇવ કરતી હતી ત્યારે નંદાસણ ગણેશ પૂરા પાસે કાર ને અકસ્માત નડ્યો હતો જેમાં આગળ જતું વાહન ટ્રેલર ની જમણી બાજુ એ કાર ની ડાભુ પડખું ટકરાયું હતું અને કાર ની ડાભી સાઈડ ના ફુરચા ઉડ્યા હતા
આ ઘટના ની જાણ આજુબાજુ ના વાહનચાલકો ને થતા ઘટના સ્થળે મદદ માટે દોડી આવ્યા હતા કાર નો જે રીતે અકસ્માત થયો છે તેને જોતા કાર ની ઓવર સ્પીડ હોવી જોઈએ
મહેસાણા નંદાસણ નજીક માર્ગ અકસ્માત માં 1 નું મોત 1 ઘાયલ ફોર વ્હીલર ની ડાબી સાઈડના ફુરચા ઉડ્યા
Related Posts
Add A Comment