@PARTHO ALKESH PANDYA,PATAN
ગત જુલાઈ માસ માં રાધનપુર અને સાંતલપુર પંથકમાં મેઘ મહેર થઇ હતી અને સીઝન નો બાર આની જેટલો વરસાદ નોંધાયો હતો વરસાદ ના કારણે આ વિસ્તાર માં આવેલ નદી, નાળા, વોકળા, તળાવો ચોકડીઓમાં વરસાદી પાણી નું સ્ટોરેજ થતા એક બાજુ પંથક ની પ્રજા ખુશ હતી પરંતુ વરસાદી પાણી નો નિકાલ ની વ્યવસ્થા ના અભાવે હવે ચોમાસુ ઋતુજન્ય અને પાણી જન્ય રોગો નું પ્રમાણ વધ્યું છે તેમાંય ખાસ કરીને મેલેરિયા. ના લક્ષણો આંશિક દેખાય છે તાવ સર્દી ખાસી, વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યું છે તો સાથે સાથે ડેન્ગ્યુ નો પણ પગપેસારો થયો છે રાધનપુર સાંતલપુર પંથકમાં ડેન્ગ્યુ ના કેસ ખાનગી દવાખાના માં જોવા મળે છે પણ સરકારી આરોગ્ય તંત્ર સબ સલામત નો રાહ આલાપે છે આ પંથક માં ડેન્ગ્યુ નો રોગ ચિંતાજનક રીતે વધ્યો છે તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ ચિંતા કરાવે તેવો છે ત્યારે સંકાસ્પદ ડેન્ગ્યુ ના કારણે પેદશપુરા ગામની એક બાળકી નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો પ્લેટ રેટ ઘટી ગયા હતા અને સારવાર દરમ્યાન મોત થયાનું પરિવારજનો સૂત્રો પાસે થી વિગતો પ્રાપ્ત થઈ હતી બાળકી ના મોત ને લઈ પરિવાર માં શોક વ્યાપ્યો ,રાધનપુર સાંતલપુર પંથકમાં ડેન્ગ્યુથી મૃત્યુનો આંકડો ચિંતાજનક નોંધાયો છે અગિયારવર્શિય બાળકી નો વિડિઓ સોશિયલ મીડિયામાં થયો વાયરલ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8