લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મળે એ કહેવતને સાર્થકની એક ઘટના પાટણ શહેરની પોલીસ સ્ટેશનમાં નોંધાય છે
જેમાં એક વેપારીએ 35 કરોડ કમાવાની લાયમાં રૂપિયા પાંચ કરોડ ખોવાનો વારો આવ્યો હતો
બનાવ 2018 થી 2019 ના સમય હતો અને હવે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે
પાટણ partho alkesh pandya
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તે કહેવત આજના આધુનિક યુગમાં પણ સાર્થક થઈ છે ડીસા ના એક વેપારી એ વિદેશી એન્તિક વસ્તુઓ સસ્તી ખરીદવાની લાહ્ય માં ગાંઠ ના 5 કરોડ સગા હાથે ચીટરો ને આપ્યા હતા અને વસ્તુઓ તેમજ રૂપિયા ખોવાનો વખત આવતા આખરે વેપારીએ પોલીસ ને આ બાબતે પોતે છેતરાયા ની વાત કરતા પોલીસ એ ફરિયાદી ની વાત સાંભળીને 4 વ્યક્તિઓ વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી ની ફરિયાદ નોધાવી હતી
આ અંગે આજેપાટણ બી ડિવિજન માં નોંધાયેલી ફરિયાદમાં બનાસકાંઠાના ડીસાના વતની ત્રિકમાજી ગમજી જી બારોટ ઉંમર વર્ષ ચાલીસ ધંધો વેપાર રહે રામનગર ગાયત્રી મંદિર પાછળ ડીસા તેમને પાટણ અને બનાસકાંઠાના ચાર વ્યક્તિઓ જેમાં એક ફારૂકીમહંમદ સલીમ કાલુમિય રહે પાટણ મનનત બંગલોઝ ખાન સરોવર રોડ 2,ચૌધરી ઉત્તમભાઈ ઇશ્વરભાઇ રહે ટેટોડા તાલુકો ડીસા 3 પાત્રોડા અંબાભાઈ દાનાભાઈ રહે ધાખા તાલુકો ધાનેરા જીલ્લો બનાસકાંઠા અને 4 જાફરભાઈ રહે પાટણ આ ચાર ઈસમોએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી ને વેપારીને કહેલ કે વિશ્વ ની એંટિક વસ્તુઓ તેમની પાસે છે અને ભારત માં લાવી વેચવી હોય તો સારો એવો નફો મળે તેની લાલચ આપતા વેપારી તૈયાર થયો હતો અને વેપારી ને વિશ્વાસ અપાવવા ભારત સરકારની સેન્ટ્રલ બેન્કના તથા મંત્રાલયના નામના તેમજ વિદેશી બેંક ના નામના ખોટા લેટર પેડ બનાવ્યા હતા અને વિદેશમાં થી જે એન્ટિક વસ્તુઓ છે એ સોદો કરી એને સોદાના રૂપિયા 35 કરોડ 398 લાખ 9,275 નક્કી કરેલા હતા અને ડીલિંગમાં આ ચાર વ્યક્તિઓએ આ બધું પ્રોસેસિંગ માટે વેપારી પાસે 14. 6.2018 થી 8 .11 .2019 સુધીના સમયગાળા દરમિયાન ટુકડે ટુકડે કુલ રૂપિયા પાંચ કરોડ 67લાખ બે હજાર 600 પડાવી લીધા હતા અને ત્યારબાદ પણ આ વસ્તુઓ નહીં આપતા આખરે વેપારીને છેતરાયાની લાગણી થતા વેપારીએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પાટણ એસ.ઓજીએ જ્યારે આરોપીઓને ઝડપી લીધા હતા
Patan/વિદેશી એન્ટિક વસ્તુ ખરીદવાની લાહ્ય માં 5 કરોડ ગુમાવ્યા
Related Posts
Add A Comment