એક ક્લાસ માં શિક્ષિકા બહેન એ બકરી બોલાવી બાળકો ને ગણિત શીખવાડ્યું
ગુજરાત માં શિક્ષણ માં રોજ રોજ નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે શિક્ષણ નું સ્તર સુધારવા માટે સ્માર્ટ ક્લાસ સાથે આધુનિક કોમ્પુટર નું શિક્ષણ આપાઇ રહ્યું છે ત્યારે ગુજરાત ના શિક્ષણ ની પાયાની શિક્ષણ ની વાત કરતો એક રમુજી વિડિઓ તેમજ કથળેલા શિક્ષણ નું સાચું ચિત્ર શિક્ષણ વિભાગ ને અર્પણ કરતો વિડિયો વાયરલ થયો
વાત જાણે એવી છે કે ગુજરાત ના કોઈ ગામડા ની પ્રાથમિક શાળા માં ચાલુ વર્ગ માં એકા એક કે પછી જાણી જોઈ એક બકરી વર્ગ ખંડ માં આવતા બાળકો બકરી ને પકડી છે ત્યારે શિક્ષિકા બહેન નો અવાજ આવે છે અને બકરી નું વર્ણન કરી બાળકો ને ગણિત શીખવાડતા શંભલવા જોવા મળે છે બકરી ના આંચળ કેટલા ,નાક, કાન બોલતા સંભળાય છે
ચોક્કસ અહી એક વાત યાદ આવે છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ માં અભ્યાસ કરતા હતા ત્યારે શાળા ના શિક્ષકે પહડા એટલકે પલાખા લખી લાવવાનું કહેલ અને બાળ એવા સરદાર વલ્લભ ભાઈ પશુ પાડા સમજ્યા અને સ્કૂલ માં પાડા લઈ આવ્યા ની ઘટના ની યાદ આજે આ બકરીએ કરાવી
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8