ચોટીલા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રોષભેર આવેદનપત્ર અપાયું.
[ ભગવાન પરશુરામ અને બ્રહ્મ સમાજ વિરૂધ્ધ બફાટ કરનાર સામે પગલાં ભરવા માંગ ]
ચોટીલા (સુભાષ મંડિર દ્વારા)
સમસ્ત બ્રહ્મ સમાજ નાં આરાધ્ય દેવ ભગવાન પરશુરામ તેમજ બ્રાહ્મણો વિશે બફાટ કરી, વાણી વિલાસ કરનાર પોતાને કલ્કિ અવતાર તરીકે ઓળખાવનાર રાજકોટ નાં રમેશ ફેફર વિરુધ્ધ રોષભેર ચોટીલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પત્ર આપી પગલાં ભરવા કરવા માં આવેલ.
ચોટીલા નાં સમસ્ત બ્રહ્મ સમાજ ની લાગણી દુભાતા બ્રહ્મ સમાજ રોષે ભરાયો હતો.
ચોટીલા માં આવેલ પંચનાથ મહાદેવ નાં મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ નાં લોકો એકત્રિત થયાં હતાં. રમેશ ફેફરે કરેલ સમગ્ર વાણી વિલાસ થી નારાજ બ્રહ્મ સમાજ નાં લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.
અહિ આવેલ પોલીસ મથકે બ્રહ્મ સમાજ ને શાબ્દિક વાણી વિલાસ કરી અપમાનિત કરનાર વિરુદ્ધ આકરા પગલાં ભરવા માં આવે તેવી રજુઆત કરવામાં આવેલ હતી.
ત્યાર બાદ ચોટીલા ખાતે આવેલ પ્રાંત- મામલતદાર કચેરી એ ચોટીલા નાં બ્રહ્મ સમાજ નાં આગેવાનો, યુવાનો “હર હર મહાદેવ” અને ” જય જય પરશુરામ” નાં નારા સાથે આવી પહોંચ્યા હતા. ફરીવાર આ પ્રમાણે વાણી વિલાસ કે બફાટ કરી બ્રહ્મ સમાજ ને અથવા તેમનાં આરાધ્ય દેવ પરશુરામ ને ખોટી રીતે બદનામ કરવાનો હિન પ્રયાસ ન કરવા માં તેવી માંગ સાથે આવેદન આપવા માં આવ્યુ.
ચોટીલા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રમેશ ફેફર વિરુદ્ધ રોષભેર આવેદનપત્ર અપાયું.
Related Posts
Add A Comment