લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી બી. એ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ આજે તારીખ 28/ 8 /2023 સોમવાર ના રોજ લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની જુદી જુદી રમત ગમત સ્પર્ધાઓની અંદર ભાગ લીધો હતો જેમાં જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટમાં આ શાળાની વિદ્યાર્થીની બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રમાયેલી કબડ્ડી અંડર 19 માં જિલ્લા કક્ષાની રમતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ તકે સમગ્ર શાળા પરિવાર તેમજ લીંબડી કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીનીઓને ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
@sachin pithva, surendranagar