શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન વિવિધ અનુસ્નાતક ભવનો સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાતી વિભાગ તેમજ અંગ્રેજી વિભાગ દ્વારા આજરોજ તા. ૧૧’મી શુક્રવારના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમના પ્રેરકો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ.પ્રતાપસિંહજી ચૌહાણ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડૉ.અનિલ સોલંકી હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવેશ જેઠવા, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.જગદીશ પટેલ, અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષ ડૉ.હીરેન ત્રિવેદી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા આર્શિવચનો આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં વિવિધ અનુસ્નાતક વિભાગોનાં અધ્યાપકો હાજર રહ્યા હતાં, જેમાં ગુજરાતી વિભાગના ડૉ.મૌસમી મેસવાણિયા દવે, ડૉ.જાનકી શાહ, સમાજશાસ્ત્ર વિભાગનાં ડૉ.દિપીકા પરમાર, પ્રા.પ્રહલાદ વણઝારા, અંગ્રેજી વિભાગના પ્રો.કિંજલ ગોહિલ, પ્રો.રુચા ઉપાધ્યાય એ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને રૂપરેખા તૈયાર કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ઉપરોક્ત કાર્યક્રમનાં આયોજક સમિતિમાં ડૉ.અનિતા બારીઆ, પ્રણવરાજસિંહ લાકોડ તેમજ પિનાકીનનો સહયોગ સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં અનુસ્નાતક અંગ્રેજી વિભાગની વિદ્યાર્થીની બારીઆ હસુમતીબેન તેમજ કૈલાશ પટેલે પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં બારીઆ હસુમતીબેન, આમલિયાર જિજ્ઞાસા, પટેલ આશિષ, તાવિયાડ ભૂમિકાએ લોકગીત વડે કાર્યક્રમને દીપાવ્યો હતો. સમાજશાસ્ત્ર અને ગુજરાતીના વિદ્યાર્થીઓએ “આદિવાસી અશ્મિતા અને ઓળખ” વિષય પર ખુબ જ સુંદર નાટક રજૂ કર્યુ હતું. જેમાં પુર્ણિમા ચાવડા, ધ્રુવિકા ભાભોર, પરમાર રોહિત, જોષી કિંજલ, પટેલ માયાવતી, ગોહિલ લક્ષ્મી, ગોહિલ જિગિશા, પરમાર ધ્રુવી, વિરવાની એકતાએ ભાગ લીધો હતો. ઉપરાંત કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ આદિવાસી લોકનૃત્યમાં રાણા વંશીતા, જયસ્વાલ એષા, પરમાર ચંદ્રિકા, આમલિયાર જીજ્ઞીસા, તાવિયાડ ભૂમિકા, પટેલ અસ્મિતા, દંતાણી આકાશ, ખાંટ હરેશ, ચૌહાણ ધર્મેશ, ખાંટ પ્રહલાદ, પટેલ કલ્પેશ, ડામોર વિપુલે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનુસ્નાતક ગુજરાતી વિભાગનાં અધ્યાપિકા ડૉ.જાનકી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ સમાજશાસ્ત્ર વિભાગના પ્રો.પ્રહલાદ વણઝારા દ્વારા કરવામાં આવી હતી.
@mohsin dal, godhra