@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
Fire : મોડાસા તાલુકાના વણિયાદ ગામે ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ઘાસચારો ટ્રકમાં ઊંચે સુધી ભરેલો હતો અને જે ત્યાંથીપસાર થતી વીજળીના તારને અડકી ગયો હતો. અને શોટ સર્કિટની ઘટના બનતા ઘાસમાં આગ ભભૂકી ઉઠી હતી.
ઘાસમાં આગ લગતા ટ્રક આખું સળગી ઉઠ્યું હતું. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો હાથધર્યા હતા. ઘાસચારો બળી જતાં ખેડૂતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જો કે આ દુર્ઘટના સમયે ટ્રક ચાલક સમય સૂચકતા દાખવી કૂદી જતાં બચી ગયો હતો. ટ્રકમાં આગ લાગવાના કારણે આફરાતફરી સર્જાઈ હતી.
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર