છોટાઉદેપુર જિલ્લાના ધર્મ પ્રિય એવા બોડેલી નગર ખાતે ઈસ્લામિક મહિના મોહરર્મ ની શરુઆત થતા નગરની વિવિધ મસ્જિદો મા વાયજ તકરીર ના કાર્યક્રમો યોજાયા હતા
1445 વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત સૈયદ ઇમામ હુસેન, હજરત સૈયદ ઇમામ હસન અને તેઓના 72 જાંબાઝ સાથીઓ અસત્ય સામે શીશ ન જુકાવી સત્ય માટે સતત દસ દસ દિવસ સુધી યઝીદી લશ્કર સામે હામ ભીડી જંગ લડ્યા હતા.
આશુરા પર્વ નિમિત્તે બોડેલી નગરમા આવેલી વિવિધ મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે નવ વાગ્યે દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.
દશમા ચાંદ એટલે 10મી તારીખ રોજ સવારે આશુરા તાજીયા સાથે વિશાળ જુલુશ કાઢવામાં આવ્યું હતુ તેમાં રંગબેરંગી કલાત્મક તાજીયા સાથે ભવ્ય જુલુશ ઢોકલીયાથી નીકળી બોડેલી નગરમા રહી અલીપુરા એસ.ટી ડેપો પાસે અને ત્યાંથી અંતે ખાતે ઠડાં કરવા માટે લઇ જવામા આવ્યા હતા
આ જુલુશમા મોટી સંખ્યા મા લોકોએ ભાગ લીધો હતો. લોકોએ નિયાજ (પ્રસાદ) સ્વરૂપે ઠંડા પીણા, શરબત, કોલ્ડરિંગ, વગેરે વહેંચવામાં આવ્યું હતું . ત્યારે નવજુવાનોએ તલવાર, અને સોયાથી રફાઈ પણ રમી હતી…
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર