@sachin pithva, surendranagar
આગામી દિવસોમાં આવનારા મુસ્લિમ સમાજના પ્રવિત્ર તહેવાર મોહરમના તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતના અધ્યક્ષ સ્થાને શાંતી સમિતિની મીટીંગ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની વાડી ખાતે યોજવામાં આવી હતી આ મીટીંગ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત, સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષ કચેરીના પોલીસ અધીકારી , સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ , સુરેન્દ્રનગર એસ.ઓ.જી , પેરોલફલો સ્કોડ, ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક કચેરીના અધીકારીઓ ,તેમજ સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનના અધીકારીઓ તેમજ ધ્રાંગધ્રા શહેર, તાલુકા,દસાડા, પાટડી,ચોટીલા ના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસોમાં આવનારા તહેવારો નિમિત્તે શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જિલ્લામાં તાજીયા કાઢવા માટે જે લોકોને પરમિશન લેવાની હોય તેમજ જે વિસ્તારમાં કાઢવામાં આવનાર છે તે બધી કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજના લોકોને સૂચન કર્યું હતું સાથે ખોટી અફવા ફેલાવી નહિ તે બાબતની નોંધ લેવા વિનંતી કરી હતી