@મોહસીન દાલ ગોધરા
મતદાન મથક સુધારા વધારા બાબતે સલાહ સૂચનો મેળવવા હેતુ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
જેમાં સંબધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં મર્જ થતા મતદાન મથકો, નવા મતદાન મથકો તથા જર્જરીત મતદાન મથકો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીઓ સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન અન્વયે કલેકટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
Related Posts
Add A Comment