નગરપાલિકા માં બિનઅધિકૃત એસી તાત્કાલિક દુર કરવાની માંગણી સાથે નગરપાલિકા માં લેખીત રજુઆત કરવામાં આવી છે. થયેલી રજૂઆત માં જણાવ્યા મુજબ સરકારી ખર્ચમાં કરકસર કરવા માટે ઓફિસમાં અને વાહન માં વાપરવા માં આવતા એસી કોણ વાપરી શકે? તે માટે સરકારશ્રીના નાણા વિભાગે એર કન્ડિશન એસી વપરાશકારો માટે ગાઈડલાઈન આપી છે.અને જ્યાં જ્યાં બીન અધિકૃત એર કન્ડિશન (એસી) વાપરે છે તે તમામ દૂર કરવામાં આવે તેવો પરિપત્ર નાણા વિભાગે વર્ષ-૨૦૦૪ માં કર્યો છે. માર્ગ મકાન વિભાગ નાં ઠરાવ મુજબ નવા પગાર ધોરણ પ્રમાણે રૂપિયા ૧૬૦૦૦/- થી રૂપિયા ૨૦૫૦૦/- કે તેથી વધુ પગાર મેળવતા અધિકારીઓ જ એર કન્ડિશન (એસી) વાપરી શકે છે. ત્યારે મોરબી નગરપાલિકામાં ત્રણ ચાર વિભાગમાં એસી ફીટ કરેલા હોવાનું જોવા મળે છે જે બિનઅધિકૃત છે. અને જે એર કન્ડિશન વાપરે છે તેને આવો કોઈ અધિકાર મળતો નથી તેથી તાત્કાલિક આવા બિનઅધિકૃત એર કન્ડિશન (એસી) દૂર કરવામાં આવે તેવી નગરપાલિકાના ચીફ ઓફિસરને મોરબીના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને મીડિયા કર્મી એસ. બી. પટેલે લેખિતમાં રજૂઆત કરી છે.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી