- બાળ વિકાસ સેવા યોજનાના ફોર્ટીફાઈટ બ્લેન્ડડ કોમ્પોઝિટ ફૂડના…..
- ગોધરા એલ.સી.બી.ની ટીમે ગુજરાત સરકારના ઝડપી પાડેલા આ ૧૩૪ બોરીઓ સગર્ભા માતા કે બાળકો માટે નહીં પરંતુ પશુઓને ખવડાવવા માટે લીધો હોવાની ચોંકાવનારી કબુલાત.!!
- બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિના પેકેટનો જથ્થો બારોબાર સગેવગે કેવી રીતે થયો.?!!
@mohsin dal, godhara
ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત કુપોષણની સમસ્યાઓ ધરાવનાર સગર્ભા માતાઓ અને ૬ વર્ષ સુધીના બાળકોને ફોર્ટીફાઈટ બ્લેન્ડેડ કોમ્પોઝિટ ફુડ ના પેકેટ વિનામૂલ્ય જિલ્લા પંચાયતના તાંબા હેઠળ કાર્ય૨ત આઈ.સી.ડી.સી. સંચાલિત આંગણવાડી કેન્દ્રો દ્વારા પહોંચાડવા માં આવતા હોય છે. ગુજરાત સરકારના આ કુપોષણની સમસ્યાને નાબૂદ કરવાની મહત્વાકાંક્ષી ઝુંબેશમાં સગર્ભા માતાઓ અને બાળકોને વિનામૂલ્ય પહોંચાડવામાં આવતા બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ ફોર્ટીફાઈડ બ્લેન્ડેડ કોમ્પોઝિટ ફુડ ના ૧૩૪ બોરીઓ ભરેલા પેકેટોના જથ્થાને ગોધરા એલ.સી.બી. શાખાના એ.એસ.આઈ.નાદીઅલી નિઝામુદ્દીને ચોક્કસ બાતમીના આધારે દેવ તલાવડી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં પશુઓના તબેલા માંથી ઝડપી પાડીને ખેતર માલિક હુસેન મોહમ્મદ પથા રહે.ગુહ્યા મોહલ્લાની ધરપકડ કરી હતી. ગોધરા એલ.સી.બી ટીમના ઝપટમાં આવી ગયેલા આ ખેતર માલિકે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ફુડ પેકેટના જથ્થાને કુપોષણ ધરાવનાર સગર્ભા મહિલા કે બાળકોને નહી પરંતુ પશુઓને દાનમાં ખવડાવતો હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.
જો કે ગોધરા એલ.સી.બી. શાખાના ઓપરેશનથી ચોંકી ગયેલા જિલ્લા પંચાયત હસ્તકમાં આઈ.સી.ડી.એસ. કચેરીના સત્તાધીશો દ્વારા ગોધરા શહેર સમેત તાલુકા ના ૫૬ જેટલા આંગણવાડી કેન્દ્રો ઉપર ગુજરાત સરકારના ફોર્ટીફાઈટ બ્લેન્ડેડ કોમ્પોઝિટ ફુડના બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટોના જથ્થા સંદર્ભમાં ૧૦ જેટલી તપાસ ટીમો બનાવી હોવાનું કહેવાય છે. જોકે આ ફૂડ પેકેટોનો જથ્થો સપ્લાયર કરનાર ઈજારદાર ચહેરાઓ દ્વારા અગર તો કોઈક આંગણવાડી કેન્દ્ર દ્વારા આ ફુટ પેકેટોના જંગી જથ્થાને બારોબાર ખેતર માલિકને પધરાવવામાં આવ્યો છે કે કેમ.? આ પોલીસ પુછપરછ દરમિયાન બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.