- ગામ નજીક આવેલ તળાવના ઉંડા પાણીમાં ડુબી જતાં મોત…
ઉનાના વાંસોજ ગામે નજીક આવેલ તળાવમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા ત્યાથી પસાર થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ નવાબંદર મરીન પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ પાણીમાં તરતો મૃતદેહનો કબ્જો લઈ સરકારી હોસ્પીટલે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ મૃતક યુવાનના પરીવારની પોલીસે તપાસ કરતા વાંસોજ ગામનો હોવાની જાણવા મળેલ હતું. તાલુકાના વાસોજ ગામે રહેતો ભીખાભાઇ વશરામભાઇ સોલંકી ઉ.વ.૨૮ પોતાની પત્નિ છેલ્લા એકાદ વર્ષથી રીસામણે હોય જે મનમાં લાગી આવતા વાંસોજ ગામ નજીક આવેલ તળાવના ઉંડા પાણીમાં ડુબી જઇ મોત વાહલુ કરી લીધેલ હોવાનું મૃતક યુવાનાના કાકા દેવશીભાઇ દેવાણંદભાઇ સોલંકીએ નવાબંદર મરીન પોલીસમાં જાહેર કરેલ છે.
ગઇ કાલે સમી સાંજના સમયે વાંસોજ ગામ નજીક તળાવના પાણીમાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ તરતો હોવાની વાયુવેગે વાત ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળા એક્ઠા થઇ ગયા હતા. અને પોલીસને જાણ કરી હતી. નવાબંદર મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને આ મૃતકના પરીવારની તપાસ કરતા વાંસોજ ગામે રહેતા અને મજુરી કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા ભીખાભાઇ સોલંકીની પત્નિ એકાદ વર્ષથી રીસામણે હોવાના કારણે તેમને મનમાં લાગી આવેલ હોય જેના કારણે ગામ નજીકના તળાવમાં ઉંડા પાણીમાં ડુબી જઇ મોત વાહલુ કરી લેતા ગામમાં ભારે અરેરાટી ફેલાઇ ગયેલ હતી. અને આ મૃતક યુવાના પરીવારજનોમાં ભારે શોક પ્રસરી ગયેલ હતો. આ ઘટના અંગે તેમના કાકા દેવશીભાઇ સોલંકીએ નવાબંદર મરીન પોલીસમાં જાહેર કરેલ છે.
રીપોર્ટર. રીપોર્ટર કાર્તિક વાજા ઊના
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8