@કાર્તિક વાજા ઊના
G-20 અંતર્ગત Y-20 યુવા સંવાદ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્રારા ગીર સોમનાથના નેજા હેઠળ ITI કોલેજ દેલવાડા ખાતે યોજાયો હતો. જેમાં 260 યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો પાસેથી વિચારોની આપ-લે વક્તા દ્રારા કરવામાં આવી હતી. અને લોકશાહી અને શાસનમા યુવા ભાવિનુ શેર કેવી રીતે કરવું તે વિષય પર જેમાં ઘણાં યુવાનો પાસેથી અભિપ્રાયો લીધેલ. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, રાજુભાઈ ડાભી, હિતેશભાઈ ઓઝા, પ્રકાશભાઈ ટાંક, મિતેષભાઈ શાહ, બાબુભાઈ ચૌહાણ, સંજયભાઈ બાંભણીયા, અલ્પેશભાઈ બાભણીયા, ઉના તાલુકાના સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક મોહનભાઇ દમણીયા અને ઋષિરાજસિંહ રાઠોડ સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા…