@paresh p[armar, amreli
અમરેલી તા.૨૬ મે,૨૦૨૩ (શુક્રવાર) અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૩ માટેના ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. જેમાં ધો.૮ થી ધો.૧૨ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા તમામ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર ગૃપ, સિવણ ગૃપ, ઇલેક્ટ્રીક ગૃપ, મિકેનિકલ ગૃપ,સિવિલ ગૃપ જેવા વિવિધ ગૃપમાં વ્યવસાયિક તાલીમ મેળવી શકે છે. આ સંસ્થા સંપૂર્ણ સરકારી સંસ્થા છે. આથી ધો.૮ પાસ કે, તેથી વધુ લાયકાત ધરાવતા અને પ્રવેશ લેવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ તા. ૨૪ મે,૨૩ થી તા.૨૫ મે,૨૩ સુધી અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે રુબરુ મળી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ અંગે (૦૨૭૯૨) ૨૨૩૮૨૨ પર વધુ માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે તેમ આચાર્ય શ્રી, આઇ.ટી.આઇ-અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. ૦૦૦
અમરેલી જિલ્લાની આઇ.ટી.આઇના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ
Related Posts
Add A Comment