આજરોજ પંચમહાલ જિલ્લાના છબનપુર સ્થિત ખોડીયાર માતા મંદિર,હોલ ખાતે ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી, જિલ્લા કલેકટર આશિષ કુમાર, સ્ટેમ્પ ડયુટી કલેકટર ફાલ્ગુન પંચાલ અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં
ખેડૂતોને પુનઃવસવાટની જમીનના હુકમો એનાયત કરાયા હતા. ત્રણ ગામોના ૪૩ વર્ષો જૂના જમીન સિંચાઇ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને જમીનના હુકમ અને જમીનના ગામ નમૂના નંબર ૭નો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
પંચમહાલ જિલ્લાના હડફ, કબુતરી અને અદલવાડા સિંચાઇ યોજના અંતર્ગત ગોધરા તાલુકાના છબનપુર, સામલી (કાલીયાવાવ) અને વાવડી ખૂર્દના કુલ ૨૯૭ અસરગ્રસ્ત ખેડૂતો પૈકી ૧૮૨ ખેડૂતોને જમીનના હુકમ અને ગામ નમૂના નંબર ૭ને મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા. જેમાં છબનપુરના ૮૯, સામલી (કાલીયાવાવ)ના ૮૬ અને વાવડી ખૂર્દના ૦૭ ખેડૂતોનો સમાવેશ થાય છે. હવે પછી બાકી રહેતા ૧૧૫ ખેડૂતોને ટૂંક સમયમા તેમના હુકમ અને નમૂના નબર ૭ વિતરણ કરવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, વર્ષો જૂના જમીન સ્થળાંતર પ્રશ્નના હુકમ અને ગામ નમૂના નબર ૭ની આજે ફાળવણી થતા ખેડૂતોના ચેહરા પર ખુશી જોઈ શકાય છે. ફોરેસ્ટ વિભાગના કાયદા પ્રમાણે જમીનને બદલે જમીન ફાળવણી કરીને ખેડૂતોના હક્કો સુનિશ્ચિત કરી શક્યા છીએ. ૪૩ વર્ષ જૂના આ પ્રશ્નનો નિરાકરણ આવતા વિસ્તારના ખેડૂતો સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવી શકશે.
આ તકે જિલ્લા કલેકટર આશિષ કુમારે જણાવ્યું કે, તમામ વિભાગોના સંકલન અને સહિયારા પ્રયત્નો થકી જિલ્લા વહીવટી તંત્ર વધુમાં વધુ ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે મુજબના પ્રયાસો કરીને જમીન ફાળવણીના પડતર પ્રશ્નનો નિકાલ કરાયો છે. હવે પછી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિત સરકારી યોજનાઓ અને બેંક દ્વારા આપવામાં આવતી તમામ સહાયનો લાભ મેળવી શકશે. આ સાથે તેમણે કહ્યું કે, બાકી રહેતા ખેડૂતોના પ્રશ્નોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે.
આજના આ કાર્યક્રમમાં પાનમ સિંચાઇ યોજનાના પંચાલ, સબંધિત અધિકારીઓ, તલાટી, સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉના અસરગ્રસ્તોને બેઘર કરી દેનારા સનદની જમીનોના કરાયેલા સોદાઓ પણ તપાસો માંગે એવા છે.!!
પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ જંગલની જમીનને બિન જંગલ જાહેર કર્યા બાદ ગુજરાત સરકારના આદેશ સાથે ગોધરા સ્થિત જમીન સંપાદન નાયબ કલેક્ટર દ્વારા પતંગડી ગામના ૪૪ અસરગ્રસ્તોના પુનઃ વસવાટ માટે પ્રત્યેકને ખેતીની જમીનો ૯ શરતોને આધીન તા. ૨૧-૦૫-૨૦૨૧ ના રોજ ૧૨૯૬ નંબરથી આપી હતી. આ જુની શરત પ્રકારની ખેતીની જમીનોનો ઉપયોગ ફક્ત ખેતી માટે થઈ શકશે અને ખેતી સિવાયના ઉપયોગ માટે સક્ષમ અધિકારીની અગાઉથી લેખિત પરવાનગી મેળવવાની રહેશે અને જમીન ફાળવણી બાદ તેમજ કબ્જો સંભાળ્યા બાદ કોઈપણ ગેરરીતિ ધ્યાને આવશે કે કોઈપણ ક્ષતિના કારણે જમીન ફાળવણી રદ થવાને પાત્ર થશેની સ્પષ્ટ સૂચનાઓનો ઉલ્લેખ છે પરંતુ જે અસરગ્રસ્ત ખેડૂતોએ પુનઃ વસવાટમાં સરકાર દ્વારા આપવામાં આવેલ આ જમીનોના વેચાણ દસ્તાવેજો સાથે સોદાઓ કર્યા હોવાની વિગતો બહાર આવ્યા બાદ ગોધરા સ્થિતના નાયબ કલેક્ટર જમીન સંપાદનનો વહીવટ પણ મૂંઝવણોમાં મુકાઈ જઈને હવે આ પ્રકરણમાં શરતોનો ભંગ ગણાય કે ના ગણાય આ રસ્તો શોધી રહયા છે..!!
@mohsin dal, godhra