Amreli સી: અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે શ્વાનનો(dog) આતંક સામે આવ્યો છે. દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાતાં અરેરાટી મચી ગઈ છે. ગઈકાલે બપોરે બાળક વાડીમાં રમતું હતું તે દરમિયાન ઘટના બની હતી. એક સાથે પાંચ છ સ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરી ફાડી ખાધું હતું. દામનગરના ઢસા રોડ પર આવેલ વાડીએ ઘટના બની હતી. જના કારણે છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ગઈકાલે બપોરે રોનક રાઠવા નામનું બાળક વાડીમાં રમતું હતું તે દરમ્યાન આ ઘટના બની હતી.