@paresh parmar, amreli
ગુજરાત સરકાર દ્વારા નાના અને મધ્યમ વર્ગના વેપારીઓની દુકાનોના ડીમોલેશન કરી વાહવાહ મેળવા કરતા કરોડો રૂપિયાની ખનીજ ચોરી અટકાવવા બાબત પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. તેમને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું છે કે, આપની સરકાર દ્વારા હાલ પોલીસ ફલેગમાર્ચ, સબંધિત વિભાગના મોટા કાફલાઓ સાથે જે જોમથી અમરેલી જીલ્લામાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓની દુકાનોનું ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમરેલી જીલ્લામાં પસાર થતી નદીઓ માંથી વગર રોયલ્ટીએ કરોડો રૂપિયાની ખનીજ ચોરી થઇ રહી છે, તેમજ તેમાં નંબર પ્લેટ વગેરે ની બિન અધિકૃત મોટા ટ્રકો, લોડરો સાથે ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.
આ બાબતે અમો દ્વારા પૂર્વે પણ પત્ર વ્યવહાર તેમજ વિધાનસભા માં પ્રશ્ન ઉઠાવેલ છે. પરંતુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરતા અટકયા નથી, હાલમાં અમરેલી જિલ્લામાં કરોડોની બિન અધિકૃત રીતે ખનીજ ચોરી થઇ રહી છે, ત્યારે આપની સરકાર દ્વારા હાલ જે ડીમોલેશન ની પ્રક્રિયા ચાલી રહી છે. તેવીજ રીતે બિન અધિકૃત ખનીજ ચોરી ને ડામવા આપની સરકાર દ્વારા ક્યારે ફ્લેગમાર્ચ, અને મોટા કાફલા સાથે કાર્યવાહી થશે તે આ પત્રના માધ્યમ થી જાણવા માંગુ છું
આપને અમરેલી જીલ્લા માં બિન અધિકૃત રીતે ખનીજ ચોરી બાબતે અગાઉ પણ અવાર નવાર પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે. પરંતુ તંત્ર અને સરકાર તેમજ ખનીજ માફિયાઓ વચ્ચેના સુવાળા સબંધો હોય તેવું હાલ સાબિત થઇ રહ્યું છે, તો આપશ્રી દ્વારા આ બાબતે અમરેલી જીલ્લામાં તંત્ર અને વિભાગ ને સાથે રાખી ફ્લેગમાર્ચ કે મોટા કાફલા સાથે ખનીજ ચોરી ડામશો તેવી આશા આપની સરકાર પાસે રાખી રહ્યો છું સરકાર નો ખુબ ખુબ આભાર