@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
બાયડ તાલુકાના પ્રાંતવેલ ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી થતાં ખાંટ વજાભાઈ પનાભાઈનું મોત
રાત્રે ના સમયે તેમનાજ ઘરના ભાઈ ની મકાન ની દીવાલ પાસે શૌચક્રિયા કરવા જવું અને સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે કાચા મકાનની દીવાલ ધરાશાઈ થતાં તાત્કાલિક સારવાર અર્થે વાત્રક ખસેડવામાં આવ્યા હતાં પરંતુ વધારે પડતું નુકશાન થવાને કારણે હાજર ડોકટર દ્વારા ઘેર લઈ જવાની સલાહ આપતાં વાત્રક થી પ્રાંતવેલ લઈ આવતા હતાં તે દરમિયાન અડધા રસ્તે જ વૃદ્ધે દમ તોડી દીધો હતો. વૃદ્ધનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.