@Rutul prajapati. modasa
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે,,ત્યારે અરવલ્લી જિલ્લાનું 68.34 ટકા પરિણામ જાહેર થયું છે,, જિલ્લામાં 10895 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ જ્યારે 208 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે,, ચાલુ વર્ષની વાત કરીએ તો વિદ્યાર્થીનીઓ મેદાન માર્યું છે,, જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર ચાર વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ મોડાસાની કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે જે પૈકી પહેલા નંબરે હેત પટેલ જ્યારે બીજા નંબરે નિજ પટેલે મેદાન માર્યું છે.. બંને વિદ્યાર્થીઓ ચાર્ટર એકાઉન્ટન્ટ બનવા ઈચ્છી રહ્યા છે..