કાચા ઝૂંપડામાં માતાના લીપણ કરવાની કલાકૃતિથી પ્રેરાઈને…..
——————————–
ગોધરાના જન્મજાત ખ્યાતનામ કલાકાર કિરણ ચાંપાનેરીયા એ નેશનલ અને ઇન્ટરનેશનલ ૧૦૦ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરીને શહેરને ગૌરવ અપાવ્યું.!!
@મોહસીન દાલ, ગોધરા
ગોધરા શહેરમાં રહેતા અને બચપનથી જન્મજાત કલાકૃતિ સાથે સંકળાયેલા કલાકાર આજે દેશ દુનિયામાં પોતાની કલાકૃતિઓને પ્રદર્શિત કરીને વિવિધ મોમેન્ટ સર્ટિફિકેટ અને એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે, અને પોતાની માતા પાસેથી પોતાના કાચા મકાનમાંથી લીપણ કરી સૂપડા લીપતી હતી, અને તેમાંથી પોતાની આંગળીઓ માંથી વિવિધ કલાકૃતિ કડારતા હતા. જેથી તેમની માતા તેમને પ્રેરણા આપતી હતી કે આ ચિત્ર આ રીતે કર તો સારું ત્યારબાદ ધોરણ ૫માં ગોધરા શહેરમાં આવેલ ઉન્નતી વિદ્યાલયમાં શિક્ષણની શરૂઆત કરી અને ત્યાં ચિત્રના શિક્ષક પાસેથી ચિત્રની પ્રેરણા પ્રાપ્ત કરી આજે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ૧૦૦ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરી ગોધરા શહેરનું નામ રોશન કર્યુ છે.
ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ખાતે આવેલ ભોઈવાડા ખાતે રહેતા કિરણ ચાંપાનેરીયા બચપણથી જન્મજાત કલાકાર છે અને બચપનથી આજે દિન સુધી કલાક્ષેત્રે વળગી રહીને વિવિધ પ્રકારની એચિવમેન્ટ કરેલા છે અને ગોધરા માટે બને તેટલા એવોર્ડ મોમેન્ટ અને અન્ય કલાકૃતિઓ પ્રાપ્ત કરી અને તેમનો મુખ્ય હેતુ કલાકૃતિઓ લોકો સુધી પહોંચાડવા અને બને તેટલા લોકોમાં કળાનો વ્યાપ વધે તે માટે તેવા અથાગ પ્રયાસ કરતા આવ્યા છે. તેઓ ધોરણ પાંચમાં અભ્યાસ માટે બેઠા ત્યારથી જ તેમની કલાની શરૂઆત થઈ અને ત્યારથી જ અવિરત તેઓ કલાને શરણે સમર્પણ કરી અને લગભગ નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ૧૦૦ જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત ઇકો ફ્રેન્કલી ગણેશજીની મૂર્તિ બનાવવાની શરૂઆત ગોધરા શહેર માંથી થઈ અને ગોધરા શહેર માટે સૌથી મોટી વાત હતી અને તેની સ્થાપના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ખાતે આવેલ ભોયવાડા ખાતે વર્ષ ૨૦૧૩ માં કરવામાં આવી હતી અને વાસની ચિપ્સ અને વેરના ભુખામાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી હતી, જે બદલ અમદાવાદ દ્વારા શ્રેષ્ઠ મૂર્તિનું બિરુદ અને મોમેન્ટ તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા અને ત્યારથી જ તેમની કલાની યાત્રાની શરૂઆત થઈ ત્યાર પછી તેઓ ઝાંસીમાં પણ પ્રદર્શન કર્યુ હતું અને ત્યાં તેમને સન્માન પ્રાપ્ત કરેલ જ્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની વાત કરવામાં આવે તો વિવિધ દેશોમાં પણ પાર્ટિસિપેટ કર્યા છે, અને ત્યાં તેમની કલાનું પ્રદર્શન કરેલ છે અને તેમાં પણ તેમની સફળતા પ્રાપ્ત કરેલ છે. જેમાં તેમની કલાકૃતિઓનો દેશ વિદેશમાં પ્રશંસા પ્રાપ્ત થઈ હતી જેમાં તેઓ અલગ અલગ રો-મટીરીયલ્સ માંથી વિવિધ પ્રકારની કલાકૃતિઓ તૈયાર કરી છે જેમાં વર્ષ ૨૦૧૩ થી તેમની કલાકૃતિની યાત્રાની શરૂઆત થઈ અને ૧૧ વર્ષના સમયગાળા દરમિયાન તેઓ ૧૦૦ જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.
ગોધરા શહેરમાં રહેતા કિરણ ચાંપાનેરીયા આમ જોઈએ તેટલા તેમના પરીવારમાં સક્ષમ ન હતા પરંતુ બચપનથી કલાકૃતિ સાથે લગાવ ધરાવતા કિરણભાઈને સૌપ્રથમ તેમની માતા પાસેથી પ્રેરણા પ્રાપ્ત થઈ જ્યાં તેમની માતા પોતાના કાચા મકાનમાં લીપણ કરીને સૂપડા લિપતી હતી જેમાં તેઓ પોતાની આંગળીઓની વિવિધ કલાકૃતિઓ કંટાળતા હતા, જ્યાં તેમની માતા તેમની પ્રેરણા આપી હતી કે આ ચિત્ર આ રીતે તૈયાર થાય ત્યારબાદ કિરણભાઈ સૌ પ્રથમ વખત ગોધરામાં આવેલ ઉન્નતી વિદ્યાલય ધોરણ પાંચમાં અભ્યાસ માટે બેઠા ત્યાં શાળામાં અલગ અલગ ચિત્રો બનાવવાનો શોખ ધરાવતા હતા જ્યાં ચિત્રના શિક્ષક વલ્લભભાઈ પટેલ તેમના ચિત્રોને જોઈને પ્રફુલિત થતા હતા, અને વલ્લભભાઈ પટેલે કિરણભાઈ નો હાથ પકડીને તેમની સાથે બેસાડી ચિત્ર અને મૂર્તિ કઈ રીતે બનાવાય તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી, આમ પોતાની જન્મ આપનાર માતા અને શિક્ષણનું ઘડતર કરનાર શિક્ષક પાસે કલાકૃતિઓની પ્રેરણા લઈને આજે દેશ- વિદેશમાં નામ મેળવનાર કિરણ ચાંપાનેરીયા ૧૦૦ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે.